- હવામાન વિભાગની આગાહી મુજબ હિમાલયની પર્વતમાળામાં બરફ છવાઈ ગયો
- તાપમાન માઈનસ 7 ડિગ્રી પહોંચી ગયું
ઉત્તરાખંડમાં શિયાળાની અસર જોવા મળી છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે હવે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધી છે. સવારે અને સાંજે ઠંડી વધુ પડી રહી છે.તેમજ સવાર-સાંજ ધુમ્મસ છવાયેલું રહે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હિમાલયની પર્વતમાળામાં બરફ છવાઈ ગયો છે. આ પાનખરમાં પ્રથમ વખત ભારે હિમવર્ષા જોવા મળી રહી છે.
ચમોલી, ઉત્તરકાશી, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ, બાગેશ્વર જિલ્લામાં ઉપરી પહાડીઓ પર ભારે હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ચારધામમાં હિમવર્ષા થઈ રહી છે. વેલી ઓફ ફ્લાવર્સ, હેમકુંડ સાહિબ, તુંગનાથ, મદમહેશ્વર, હરસિલ, ઉત્તરકાશી અને ઓલી વિસ્તારો પણ બરફથી ઢંકાયેલા છે. હવામાન વિભાગે બુધવારે પર્વતોમાં વરસાદની આગાહી કરી છે. આજે કેદારનાથ ધામમાં તાપમાન માઈનસ 7 ડિગ્રી પહોંચી ગયું છે. ગંગોત્રી-યમુનોત્રીમાં પણ પારો શૂન્યથી નીચે ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં વાદળોના આવરણને કારણે અત્યંત ઠંડી છે.
કેદારનાથ ધામમાં સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેના કારણે તાપમાન માઈનસ આઠ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ધામમાં બપોર બાદ હિમવર્ષા શરૂ થઈ હતી જે મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. કેદારનાથ ધામમાં ઠંડીના કારણે અહીં રહેતા મજૂરો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.