તૈનાત પોલીસ અધિકારીઓ અને જવાનો માટે ખાસ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો
570 અધિકારીઓ અને પોલીસ જવાનોને NSG અને અન્ય સુરક્ષા એજન્સીઓ તૈનાત
સંભવિત હુમલાને નિષ્ફળ બનાવવા માટે પોલીસે એન્ટી-માઈન ડ્રોન તૈનાત કર્યા
અયોધ્યામાં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવા જઈ રહ્યો છે. જેના પગલે સમગ્ર દેશમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છવાયો છે. અને રામ ભક્તોએ અવનવી ભગવાન રામ માટે ભેટ તૈયાર કરી છે. ત્યારે રામ મંદિર અને અયોધ્યા ધામની સુરક્ષા ખૂબ જ મહત્વની છે.
આ કાર્યક્રમ દરમિયાન સ્થળ પર તૈનાત પોલીસ અધિકારીઓ અને જવાનો માટે ખાસ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે.
રામ મંદિર પરિસરમાં તૈનાત પોલીસ અધિકારીઓ અને સૈનિકો વર્દીને બદલે સૂટમાં જોવા મળશે. આ પ્રકારનો ડ્રેસ કોડ રાખવા પાછળનો હેતુએ છે કે સમારોહમાં હાજર મહેમાનોને વધુ પોલીસ ફોર્સની હાજરીનો અહેસાસ ન થાય.
ભગવાના રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભારત અને વિદેશથી મહેમાનો આવવાના છે. જેઓ સાથે વાતચીતમાં મુશ્કેલી ન સર્જાય તે માટે વિવિધ ભાષાઓ બોલતા IPS અધિકારીઓને પણ બંદોબસ્તમાં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત 570 અધિકારીઓ અને પોલીસ જવાનોને NSG અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તાલીમ આપવામાં આવી છે.
યુપી પોલીસના ડીજી પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર વિવિધ રાજ્યો અને અનેક દેશના મહેમાનોને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં આવવા માટે આમંત્રિત કરવામાં આવ્યો છે. તેઓને ભાષાને લગતી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તેમની ભાષા સરળતાથી સમજી શકે તેવા તાલીમાર્થી IPS અધિકારીઓને બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે.
તેમજ સુરક્ષામાં એવા અધિકારીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેઓ હિન્દી અને અંગ્રેજી સિવાયની ભાષાઓ બોલી અને સમજી શકે છે. પ્રશાંત કુમારે કહ્યુ છે કે જમીન, આકાશ અને પાણી પર સુરક્ષા વ્યવસ્થા માટે સૈનિકોને આધુનિક ટેક્નોલોજી સાથે બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને જણાવ્યુ કે ભૂગર્ભમાંથી કોઈપણ સંભવિત હુમલાને નિષ્ફળ બનાવવા માટે પોલીસે એન્ટી-માઈન ડ્રોન તૈનાત કર્યા છે.
ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત પોલીસે ડબલ લેયર VIP સુરક્ષા માટે 105 ટીમો બનાવી છે.અયોધ્યા અને લોકસભા ચૂંટણીમાં VVIP અને VIP મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને આ ખાસ સુરક્ષાની તૈયાર કરવામાં આવેલી છે. આ ટીમમાં 570 અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સામેલ કરવામાં આવ્યા છે. અયોધ્યામાં સુરક્ષા કવચ પૂરુ પાડવા માટે 45 ટીમોમાં 225 પોલીસ ઈન્સ્પેક્ટર અને 45 નાયબ અધિક્ષકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.