Wayanad Landslide
Wayanad Landslide: એક દિવસના આરામ પછી, રવિવારે વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં ફરી એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ થયું. બચાવ કાર્યકરો વિનાશક કુદરતી આફત બાદ ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે.
આ પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપત્તિ પ્રભાવિત મુંડક્કાઈ અને ચુરલમાલા વિસ્તારની મુલાકાત લીધી હતી. PMની મુલાકાતને ધ્યાનમાં રાખીને શુક્રવારે બપોરે સર્ચ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. વાસ્તવમાં પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આખો વિસ્તાર એસપીજીને સોંપવામાં આવ્યો હતો.
Wayanad Landslide કેરળને રાહત અને પુનર્વસનમાં કેન્દ્ર મદદ કરશે – PM
શનિવારે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર કેરળને રાહત અને પુનર્વસનમાં મદદ કરવામાં કોઈ કસર છોડશે નહીં. તેમણે આ દુર્ઘટનાને પ્રકૃતિનું ઉગ્ર સ્વરૂપ ગણાવ્યું હતું.
ભૂસ્ખલનથી બચી ગયેલા લોકો અને પીડિતોના સંબંધીઓ અભિયાનમાં સામેલ છે
પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓ ઉપરાંત, વિવિધ સેવા અને યુવા સંગઠનોના સ્વયંસેવકો, ભૂસ્ખલનથી બચેલા લોકો અને પીડિતોના સંબંધીઓ બચાવ કામગીરીમાં સામેલ છે.
1200થી વધુ કર્મચારીઓ તૈનાત
તે જ સમયે, ભૂસ્ખલન દુર્ઘટના પછી, કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લીધાં અને સ્થળ પર બચાવ અને રાહત કામગીરી માટે આર્મી, એરફોર્સ, નેવી, એનડીઆરએફ, ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ સહિત અન્ય વિભાગોના 1,200 થી વધુ કર્મચારીઓને તૈનાત કર્યા.
કેરળ સરકારના ડેટા મુજબ ભૂસ્ખલનમાં 229 લોકોના મોત થયા છે, જ્યારે 130થી વધુ લોકો હજુ પણ લાપતા છે.