એનડીઆરએફ ની ટીમ પાઇપ મારફત તમામ મજૂરોને બહાર કાઢશે
ઉત્તર કાશીના સિલ્કયારામા ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.. ત્યારે મજૂરોને સહી સલામત રીતે બહાર કાઢવા માટે સુરંગ ખોદકામ પૂરું કરી દેવામાં આવ્યું છે. અને અને રાહતના સમાચાર એ છે કે 41 મજૂરો પાસે NDRFની ટીમ પણ પહોંચી ગઈ છે.. હવે ગમે તે ક્ષણે ફસાયેલા મજૂરો બહાર આવી શકે છે.
ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાનુ ચાલુ છે. ત્યારે સુરંગ બનાવવા સાથે ખોદકામ પૂરું થઈ ગયું છે. 800 મિમી વ્યાસનો પાઈપ પણ નાંખવામાં આવ્યો છે. એનડીઆરએફની ટીમ પાઈપ દ્વારા મજૂરો સુધી પહોંચી ગઈ છે. અને આ ટીમ દ્વારા મજૂરોને પાઈપ દ્વારા બહાર કાઢવામાં મદદ કરશે. આમ ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. એનડીઆરએફની ટીમ પાઈપ દ્વારા મજૂરો સુધી પહોંચી છે.. અને મજૂરોને પાઈપ દ્વારા બહાર કાઢવામાં મદદ કરશે.. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મજૂરોને જલદી બહાર કાઢવામાં આવી શકે છે. રેસ્ક્યૂ ટીમોએ મજૂરોના પરિજનોને તેમના કપડા અને બેગ તૈયાર રાખવા જણાવવામાં આવ્યું છે.. તેમજ મજૂરોને બહાર કાઢ્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવાશે.