આરબીઆઈને મેલ મોકલીને 11 સ્થળોએ વિસ્ફોટની ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી
આરોપીની વડોદરાથી ધરપકડ કરવામાં આવી
રિઝર્વ ઓફ ઈન્ડિયા (RBI)ને મેઈલ કર્યો હતો. જેમાં મુંબઈના આરબીઆઈને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં આરોપીની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે અને સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરબીઆઈને મેલ મોકલવા અને 11 સ્થળોએ વિસ્ફોટની ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે બદલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીની ધરપકડ વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીને મુંબઈ લાવવામાં આવ્યો છે. પરંતુ ધમકી પાછળનો હેતુ હજુ સુધી સ્પષ્ટ નથી. જોકે હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.
મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપી પર મુંબઈ પોલીસે સુરક્ષા કડક કરી છે. આરોપીની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની વડોદરાથી ધરપકડ કરી લીધી છે.
આરોપીએ કહ્યું હતું કે તે ‘ખિલાફત ઈન્ડિયા’નો સભ્ય છે. તેમણે લખ્યું હતું કે, ‘RBI એ ખાનગી બેંકો સાથે મળીને ભારતના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ કર્યું છે. આને RBIના ગવર્નર શક્તિકાંત દાસ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેટલાક ટોચના બેંકિંગ અધિકારીઓ અને ભારતના કેટલાક પ્રખ્યાત મંત્રીઓ આ કૌભાંડમાં સામેલ છે. અમારી પાસે આ માટે પૂરતા નક્કર પુરાવા હોવાની વાત કરી હતી.