National Maharashtra Update
Maharashtra: શિવસેનાના સાંસદ સંજય રાઉતે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ઔરંગઝેબ ફેન ક્લબના વડા ગણાવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે.Maharashtra શનિવારે સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી ફેન ક્લબ છે. ઔરંગઝેબ ફેન ક્લબ ગુજરાતમાં કાર્યરત છે, કારણ કે મુઘલ બાદશાહનો જન્મ ત્યાં થયો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને પ્રેમ કરે છે, જે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે જેવા છે.
સાંસદ સંજય રાઉતે કહ્યું કે ગુજરાતમાંથી ઔરંગઝેબના મિત્રો શિવસેનાને ખતમ કરી શકતા નથી. મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને ધ્યાનમાં રાખીને શિવસેનાનો જન્મ થયો હતો. Maharashtra મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજનું છે. અહીં શિવાજી ફેન ક્લબ છે. ભાજપ અને ગુજરાતમાં ઔરંગઝેબ ફેન ક્લબ ચાલે છે, જ્યાં ઔરંગઝેબનો જન્મ થયો હતો.
હાલમાં જ પુણેમાં બીજેપીના પ્રદેશ સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધવ ઠાકરે વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે મુંબઈ હુમલાના દોષી યાકુબ મેનન માટે માફી માંગી રહેલા લોકોની સાથે બેસે છે, તે ઔરંગઝેબ ક્લબના વડા છે. અમિત શાહે કહ્યું હતું કે ઔરંગઝેબ ફેન ક્લબમાં કોણ છે? જે 26/11ના આતંકવાદી હુમલાના ગુનેગાર કસાબને બિરયાની પીરસે છે, જે વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકને શાંતિ દૂત પુરસ્કાર આપે છે અને જે પીએફઆઈને સમર્થન આપે છે. ઉદ્ધવ ઠાકરેને આવા લોકોની સાથે બેસતા શરમ આવવી જોઈએ. આ સિવાય તેમણે NCPના વડા શરદ પવારને ભ્રષ્ટાચારના વડા ગણાવ્યા હતા.
Maharashtra શિવસેનાના નેતાએ પણ વળતો પ્રહાર કર્યો હતો
અમિત શાહના નિવેદન પર શિવસેના-યુબીટી નેતા આનંદ દુબેએ કહ્યું હતું કે અમારી પાર્ટીનું ચૂંટણી ચિન્હ છીનવી લીધા બાદ પણ મહારાષ્ટ્રની જનતાએ 17 સીટો પર મહાયુતિને રોકી હતી. તેમના માટે શરદ પવાર ભ્રષ્ટાચારના વડા બની ગયા છે અને અજિત પવાર સંત બની ગયા છે. ઉદ્ધવ ઠાકરે બીજેપી સામે ઊભા હોય તો ઠાકરેને ઔરંગઝેબ ફેન ક્લબના વડા ગણાવે છે. ભાજપને આ ગંદી રાજનીતિનો જવાબ વિધાનસભાની ચૂંટણીમાં મળશે. બારામતીના સાંસદ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર)ના નેતા સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે મને અમિત શાહના નિવેદન પર હસવું આવે છે.
Asia News : લાઓસમાં આજે દરિયાઈ વિવાદ અને મ્યાનમાર સંકટ પર મોટી બેઠક, ભારત સહીત આટલા દેશો રહેશે હાજર