Rajasthan Accident : રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દૂર્ઘટના સર્જાઇ હતી. વાન અને ટ્રક વચ્ચે ટક્કર થતા 9 લોકોના મોત થયા છે. બનાવની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી વધુ તપાસ હાથ ધરી હતી. મધ્યપ્રદેશને અડીને આવેલા રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના અકલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નના જાનથી ભરેલી કાર અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.
ઝાલાવાડમાં અકસ્માતમાં 9 લોકોના મોત
ઝાલાવાડમાં અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી. મારૂતિ વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. દૂર્ઘટનાનો ભોગ બનેલા લોકો મધ્ય પ્રદેશમાં એક લગ્ન સમારંભમાંથી પરત ફરતા હતા. જ્યારે આ લોકો એનએચ 52 પર અકલેરા પાસે પહોંચ્યા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની માહિતી મળતા અકલેરા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે ત્યાંથી મૃતદેહો ઉપાડી અકલેરાની સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યા હતા. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતમાં માર્યા ગયેલા સાત અકલેરાના હતા. જ્યારે એક હરણાવાડાનો અને એક જાનૈયો સારોલાનો હતો. જો કે પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતમાં સાત લોકો અકલેરાના હતા જ્યારે એક હરનાવદા અને એક સારોલાનો રહેવાસી હતો. ઘટનાની જાણ સ્થાનિકોને થઇ તો તે તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને આ મામલે જાણ કરી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણો હાલ જાણવા મળ્યા નથી. અકસ્માતના સમાચાર બાદ વરરાજા અને વહુ બંનેના ઘરમાં અફરા-તફરી મચી ગઈ હતી. લગ્નમાં હાજર તમામ લોકો પોતપોતાનું કામ છોડી ઘટના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતને કારણે લગ્નના બંને ઘરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. કોઈના મોઢામાંથી શબ્દો નીકળતા ન હતા. ગ્રામજનો અને અન્ય પરિચિતો પીડિત પરિવારની સંભાળ રાખવામાં વ્યસ્ત છે.