Mumbai Weather: મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો, પરંતુ શહેરમાં ક્યાંય પાણી ભરાયાના અહેવાલ નથી. કેટલાક વિલંબ સિવાય રેલ્વે અને બેસ્ટ બસ ઉપક્રમની જાહેર પરિવહન સેવાઓ સામાન્ય રહી.
હળવા વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાકમાં મુંબઈ અને ઉપનગરોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાદળછાયું આકાશની આગાહી કરી છે. 9 જૂને મુંબઈમાં ચોમાસાના આગમન બાદ છેલ્લા બે દિવસથી મહાનગરમાં વરસાદ પડ્યો ન હતો. જેના કારણે મહાનગરમાં વાતાવરણ ભેજવાળુ રહ્યું હતું.
જો કે શુક્રવારે સવારે પડેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. બે દિવસ પહેલા થયેલા વરસાદને કારણે મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન 150 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.
ઉત્તર પ્રદેશમાં તીવ્ર ગરમી
ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીના ઘણા જિલ્લાઓમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં 15 જૂન સુધી હીટ વેવની ચેતવણી જારી કરી છે. રાજ્યમાં 24 જૂન સુધીમાં ચોમાસું આવવાની શક્યતા છે.