Gujarat News: વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન સાબરમતી ડી કેબીન ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. સાબરમતી ડી કેબીન ખાતે વેસ્ટર્ન ડીએફસીના ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરીને નિરીક્ષણ કર્યુ છે. અહીંથી જ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે.
‘દેશના ખૂણે ખૂણે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે’
પીએમ મોદીએ વિકાસકાર્યોને દેશને સમર્પિત કરીને સંબોધન પણ કર્યુ હતુ જેમા તેમણે જણાવ્યુ છે કે, વિકસિત ભારત માટે જે નવું નિર્માણ થઈ રહ્યું છે તે સતત વિસ્તરી રહ્યું છે. દેશના ખૂણે ખૂણે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, નવી નવી યોજનાઓ શરૂ થઈ રહી છે.
‘દેશે વિકસિત ભારત તરફ મોટું પગલું ભર્યું છે’
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ‘જો હું વર્ષ 2024ની જ વાત કરું તો આ 75 દિવસમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. છેલ્લા 10-12 દિવસમાં જ 7 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે.
આજે પણ દેશે વિકસિત ભારત તરફ મોટું પગલું ભર્યું છે. આ કાર્યક્રમમાં આજે રૂ. 1 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી આજે દેશને રૂ. 85 હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ મળ્યા છે.
‘તમારા ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી’
આ સાથે તેમણે જણાવ્યુ કે, ભારત એક યુવા દેશ છે, અહીં મોટી સંખ્યામાં યુવાનો રહે છે. હું ખાસ કરીને મારા યુવા મિત્રોને કહેવા માંગુ છું કે, આજનું ઉદ્ઘાટન તમારા વર્તમાન માટે છે અને આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યું છે તે તમારા ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી લઈને આવ્યું છે. દેશભરમાં અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને નવી પહેલ કરવામાં આવી રહી છે. 2024ના માત્ર 2.5 મહિનામાં અમે 11 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને પાયો નાખ્યો છે. અમે આજે અમારા વિકિસિત ભારતના સ્વપ્ન તરફ એક મોટું પગલું ભર્યું છે. 85,000 કરોડના વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં વધુમાં કહ્યું કે ‘2014 પહેલા દેશમાં 6 નોર્થ ઈસ્ટ રાજ્યો હતા. જેમની રાજધાની આપણા દેશની રેલ્વે સાથે જોડાયેલી ન હતી. 2014માં દેશમાં 10 હજારથી વધુ માનવરહિત રેલવે ક્રોસિંગ હતા, જ્યાં અવારનવાર અકસ્માતો થતા હતા. 2014 માં માત્ર 35% રેલ્વે લાઈનોનું વીજળીકરણ થયું હતું. રેલ્વે લાઇનને ડબલ કરવી એ અગાઉની સરકારોની પ્રાથમિકતા નહોતી.