- અયોધ્યાના નવા રેલવે સ્ટેશન અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટનું પણ ઉદ્ઘાટન
દેશભરમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.30 ડિસેમ્બરે એક સાથે પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ સાથે બે અમૃત ભારત ટ્રેન પણ શરૂ કરવામાં આવશે. પ્રથમ વખત દોડતી આ ટ્રેન પુલ અને પુશ ટેક્નોલોજી પર આધારિત છે, જેનાથી મુસાફરીનો સમય ઘટશે અને ટ્રેનની સરેરાશ ઝડપ પણ વધશે.
તેમજ તે જ દિવસે પીએમ મોદી અયોધ્યાના નવા રેલવે સ્ટેશન અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરી રહ્યા છે. 30 ડિસેમ્બરે અયોધ્યા જઈ રહેલા પીએમ નરેન્દ્ર મોદી રેલવે સ્ટેશનની સાથે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી આપવાના છે.
જેમાં અયોધ્યા-આનંદ વિહાર, નવી દિલ્હી-વૈષ્ણો દેવી, અમૃતસર-નવી દિલ્હી, જાલના-મુંબઈ, કોઈમ્બતુર-બેંગલુરુ વંદે ભારત ટ્રેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી-દરભંગા અને માલદા-બેંગલુરુ અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવવાની છે.
ત્યારે કામદારોને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવી રહેલી અમૃત ભારત ટ્રેનની સંખ્યા વધારીને 150 કરવાની છે. આ યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા વગેરે રાજ્યોમાંથી તેલંગાણા, દિલ્હી, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ચલાવવામાં આવશે.