વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપમાંના તેમના અનુભવો શેર કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે લક્ષદ્વીપના પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના પ્રવાસ દરમિયાન સ્નોર્કલિંગ કર્યું હતું. આજ તેમણે તેમની તસવીરો શેર કરી જાણકારી આપી છે.
પીએમ મોદી X પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘લક્ષદ્વીપમાં મનોહર સુંદરતા ઉપરાંત શાંતિ પણ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. તેણે મને 140 કરોડ ભારતીયોના કલ્યાણ માટે વધુ સખત મહેનત કેવી રીતે કરવી તે વિશે વિચારવાની તક આપી.’
તેમણે વધુમાં લખ્યું કે, ‘જે લોકો તેમાં સાહસિકને અપનાવવા ઈચ્છે છે, તેમના માટે લક્ષદ્વીપ લિસ્ટમાં હોવું જરૂરી છે. મારી યાત્રા દરમિયાન, મેં સ્નોર્કલિંગનો પણ પ્રયાસ કર્યો – તે કેટલો આનંદદાયક અનુભવ હતો! અને નૈસર્ગિક દરિયાકિનારા પર વહેલી સવારે વોક પણ આનંદની ક્ષણો હતી.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપમાંના તેમના અનુભવો શેર કર્યા અને ટાપુઓના લોકોનો તેમના આતિથ્ય માટે આભાર માન્યો.
વડાપ્રધાનએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, “તાજેતરમાં, મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી. હું હજી પણ તેના ટાપુઓની અદભૂત સુંદરતા અને તેના લોકોની અવિશ્વસનીય હૂંફથી પ્રભાવિત છું. મને અગત્તી, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુઓના લોકોનો તેમના આતિથ્ય માટે આભાર માન્યો હતો.