ભારતની આઝાદીનો દિવસ 15 ઓગસ્ટે 75મા સ્વતંત્રતા દિવસની ઊજવણી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8મી વખત ત્રિરંગો લહેરાવશે. લાલકિલા પર ધ્વજવંદન કરીને પ્રધાનમંત્રી પ્રજાજોગ સંદેશો આપશે. આ પર્વ નિમિત્તે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવશે. તો આ તરફ અમદાવાદના સાબરમતિ આશ્રમથી આઝાદી અમૃત મહોત્સવ શરૂ થશે. આ સમારોહ 15 ઓગસ્ટ 2023 સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ ચોપડા પણ હાજર રહેશે.
સૌ પ્રથમ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે
7:05 કલાકે રાજઘાટ પહોંચી સમાધી પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે
7:10 રાજઘાટથી લાલકિલા માટે થશે રવાના
7:20 લાલકિલા પર PM મોદીને ગાર્ડ ઓફ ઓર્નર અપાશે
7:30 કલાકે PM મોદી લાલકિલા પર ધ્વજારોહણ કરશે
લાલકિલા પર ધ્વજારોહણ બાદ પ્રધાનમંત્રી જનસંબોધન કરાશે
સુરક્ષા મામલે સિક્યુરિટી એજન્સીનું તમામ મામલે ધ્યાન રહેશે
75મી વર્ષગાંઠના દિવસે સમગ્ર દિલ્હીમાં સુરક્ષાકર્મી હાજર રહેશે
દેશને 15 ઓગષ્ટ, 1947ના રોજ આઝાદી મળી હતી પરંતુ અંગ્રેજી સત્તાએ ભારતને આઝાદીની ખુશીઓ ભાગલાની બહુ મોટી કિંમત સાથે સોંપી હતી. 14 ઓગષ્ટના રોજ ભારત અને પાકિસ્તાન બે હિસ્સામાં વહેંચાઈ ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશના ભાગલાનું દુઃખ કદી પણ ભૂલી શકાય તેવું નથી. નફરત અને હિંસાના કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવું પડ્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટને લઈને મોટું એલાન પણ કર્યું..પ્રધાનમંત્રીએ 14 ઓગષ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઓળખવાની જાહેરાત કરી છે.
#WATCH | Delhi: North & South Block & Parliament illuminated on the eve of the 75th #IndependenceDay pic.twitter.com/MzMuefSj9D
— ANI (@ANI) August 14, 2021
સ્વતંત્રતા કોને ન ગમે? પરંતુ 1947 પહેલા તેઓ અંગ્રેજોની વાર્તામાં બંધાયેલા હતા. દેશની આઝાદી માટે લાખો લોકોએ પોતાનો જીવ આપ્યો. અંગ્રેજો સામેની લાંબી લડાઈનો સુખદ અંત 15 મી ઓગસ્ટે હતો જ્યારે દેશના લોકોએ ખુલ્લી હવામાં શ્વાસ લીધો હતો. હવે કોઈ વિદેશી બંધન નહોતું. સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠ પર, લોકો દેશના જુદા જુદા ખૂણામાં જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે, બીજી બાજુ દેશના ખૂણે ખૂણે સરકારી ઇમારતો તિરંગાના રંગમાં પ્રકાશિત છે, જેની અનોખી છાયા જોવા મળી રહી છે.
દેશ આઝાદીની 75મી વર્ષ ગાંઠને ઉજવી રહ્યો છે. ત્યારે દેશભરમાં સરકારી આવાસોને તિરંગાના રંગમાં રંગી દેવામાં આવ્યા છે. દેશની રાજધાની સ્થિત મહત્વના ઉત્તર અને દક્ષિણ બ્લોક તેમજ દેશની સંસદને તિરંગાના રંગમાં રંગી દેવામાં આવ્યા છે. અદભૂત રીતે ત્રણેય કલરની ગોઠવણ કરી લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. ઉત્તર અને દક્ષિણ બ્લોક તેમજ સંસદ ભવનનો હાલનો નજારો જોતાં છાતી ગજ ગજ ફૂલી જાય છે..
#WATCH | Mumbai: Chhatrapati Shivaji Maharaj Terminus & Brihanmumbai Municipal Corporation (BMC) buildings illuminated in tricolour on the eve of 75th #IndependenceDay pic.twitter.com/f1X0nmKrjT
— ANI (@ANI) August 14, 2021
મુંબઈ સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ઈમારતને પણ તિરંગાના રંગે રંગી દેવાં આવી છે
#WATCH Bombay Stock Exchange lights up in tricolour on Independence Day eve#Mumbai pic.twitter.com/Y6gsnPIbGC
— ANI (@ANI) August 14, 2021
સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યો છે વચ્ચે અશોક ચક્રની ચક્ર ગતિ વાળું લાઈટીગ ખુબજ આકર્ષક લાગી રહ્યું છે.
ખાસ વાત એ છે કે આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી માટે લોકો પોતાની જાતને પણ ખાસ રીતે રજૂ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સંઘર્ષ, કઠોરતાના આધારે, અમે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેને કોઈ પણ ક્રોધ અને દ્વેષ વિના મજબૂત કરવાની જરૂર છે. ત્યારે આપણે સૌ 15 ઓગસ્ટ એટલે આઝાદીના પર્વને એક અનોખી રીતે ઉજવીએ અને હમેશા આપણાં દેશના તિરંગાનું સન્માન જાળવીએ. પ્લાસ્ટિકના તિરંગાનો ઉપયોગ ટાળી કાપડના તિરંગાથી આઝાદીની 75મી વર્ષ ગાંઠની ઉજવણી કરીએ
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268