Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ અહેવાલ આપ્યો છે કે શુક્રવારે પેરુના દરિયાકાંઠે 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ હતો.

સુનામીનો પણ ખતરો છે
GFZએ અગાઉ ભૂકંપની તીવ્રતા 6.4 હોવાનું જણાવ્યું હતું. યુ.એસ. ડેટાના આધારે નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટરે કહ્યું કે ભૂકંપથી સુનામીનો ખતરો છે, જ્યારે અગાઉ તેણે કહ્યું હતું કે સુનામીનો કોઈ ખતરો નથી.