ઉત્તર પ્રદેશના જેવરમાં બનેલા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ ફ્લાઈટ સફળતાપૂર્વક લેન્ડ થઈ છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઈન્ડિગોની ફ્લાઈટ નંબર A320 NEOએ નોઈડા એરપોર્ટ પર તેનું પ્રથમ સફળ લેન્ડિંગ કર્યું છે.
જેવર એરપોર્ટ ક્યારે ખુલશે?
તમને જણાવી દઈએ કે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ કહેવાતા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ઘણા લોકો તેને જેવર એરપોર્ટના નામથી પણ ઓળખે છે. જેવર એરપોર્ટ પર ટ્રાયલ ચાલી રહી છે. આ શ્રેણીમાં ઈન્ડિગોનું પહેલું વિમાન પણ જેવર એરપોર્ટની એરસ્ટ્રીપ પર લેન્ડ થયું છે. આ એરપોર્ટ એપ્રિલ 2025થી કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે પણ ખુલશે.
પીએમ મોદીએ 2021માં શિલાન્યાસ કર્યો હતો
જેવરમાં બનનાર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ હશે. નવેમ્બર 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેવર એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. યુપી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાં સામેલ જેવર એરપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર છે. ટ્રાયલ રનના સફળ પરીક્ષણ અને કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે મંજૂરી મળ્યા બાદ, તે એપ્રિલમાં તમામ ફ્લાઈટ્સ માટે ખોલવામાં આવશે. એપ્રિલ 2025થી અહીં મુસાફરોની અવરજવર શરૂ થશે.
6 ફેબ્રુઆરીથી ટિકિટ બુકિંગ શરૂ થશે
જો રિપોર્ટ્સનું માનીએ તો નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો પહેલો રનવે 3900 મીટર લાંબો અને 60 મીટર પહોળો છે. જેવર એરપોર્ટ પર ફ્લાઇટનું બુકિંગ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. 2050 સુધીમાં આ એરપોર્ટ પરથી દર વર્ષે 7 કરોડ મુસાફરો હવાઈ મુસાફરી કરશે.