NIA : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુરુવારે 2023 માં લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હિંસક હુમલા અને તેના પછીના વિરોધ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા એક આરોપીની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ઈન્દરપાલ સિંહ ગાબા તરીકે થઈ છે, જે યુકેના હાઉન્સલોનો રહેવાસી છે. 22 માર્ચ, 2023 ના રોજ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.
NIAની તપાસમાં મોટો ખુલાસો
NIAની તપાસમાં અત્યાર સુધી સામે આવ્યું છે કે લંડનમાં ગયા વર્ષે 19 માર્ચ અને 22 માર્ચે જે ઘટનાઓ બની હતી તે ભારતીય મિશન અને તેના અધિકારીઓ પર હિંસક હુમલા કરવાના મોટા કાવતરાનો ભાગ હતો.
અમૃતપાલ સિંહ સામે કાર્યવાહીનો બદલો
માર્ચ 2023માં લંડનમાં થયેલા હુમલા પંજાબ પોલીસ દ્વારા 18 માર્ચ, 2023ના રોજ ખાલિસ્તાની અલગતાવાદી અમૃતપાલ સિંહ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીનો બદલો લેવા માટે કરવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.