National News
Nepal Plane Crash : નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે ખાનગી એરલાઇન કંપની સૌર્ય એરલાઇન્સનું વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું, જેમાં 19 લોકો સવાર હતા. જેમાંથી 18 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેન પોખરા જઈ રહ્યું હતું અને લગભગ 11 વાગ્યે ક્રેશ થયું. એરપોર્ટ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે વિમાનના પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વિમાનમાં લાગેલી આગને ઓલવી લેવામાં આવી છે. પોલીસ અને અગ્નિશામક દળના જવાનો દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. Nepal Plane Crash
ટેક ઓફ દરમિયાન અકસ્માત થયો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોખરા જઈ રહેલી સૂર્યા એરલાઈન્સનું પ્લેન ટેકઓફ દરમિયાન રનવે પરથી ઉતરી ગયું ત્યારે આ દુર્ઘટના થઈ હતી. પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 19 લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સ્થળેથી પાંચ મૃતદેહ મળી આવ્યા છે. જહાજના કેપ્ટન એમઆર શાક્યને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એરપોર્ટ પર ધુમાડાના ગાઢ વાદળો જોવા મળ્યા હતા. પોલીસ અને અગ્નિશામક દળના જવાનો દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. દુર્ઘટના બાદ કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટને સાવચેતીના પગલા તરીકે બંધ કરી દેવામાં આવ્યું છે.
Nepal Plane Crash
વર્ષ 2023માં નેપાળમાં પણ એક મોટો વિમાન અકસ્માત થયો હતો
ગયા વર્ષે પણ નેપાળમાં વિમાન દુર્ઘટનામાં 72 લોકોના મોત થયા હતા. વર્ષ 2023માં નેપાળમાં યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. યેતી એરલાઈન્સ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં પાંચ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે યેતી એરલાઈન્સનો અકસ્માત પાઈલટની ભૂલને કારણે થયો હતો, જ્યારે વિમાનના પાઈલટે ભૂલથી પાવર કાપી નાખ્યો હતો, જેના કારણે વિમાન ક્રેશ થયું હતું. Nepal Plane Crash
Kanwar Yatra : દેશના બધા ભાગમાં કાવડિયાઓએ કરી ધમાલ, લાગ્યા આવા આરોપો