ટ્રુડો અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના નામો સામેલ છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 59 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે મોર્નિંગ કન્સલ્ટના રેટિંગમાં પીએમ મોદી પછી બીજા ક્રમે છે.
જ્યારે ત્રીજા સ્થાને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટને 56 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. સાથે જ 53 ટકા રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ ચોથા નંબરે છે. જ્યારે ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ ટ્રેકરમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે 49 ટકા રેટિંગ સાથે પાંચમા સ્થાન પર છે.
છઠ્ઠા સ્થાન પર રહેલા બેલ્જિયમના વડાપ્રધાન એલેક્ઝાંડર ડી ક્રૂને 41 ટકા રેટિંગ મળ્યું છે. સાતમા નંબરે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને સાતમા નંબરે આવેલા સ્પેનના પેડ્રો સાંચેઝને પણ 40 ટકા રેટિંગ મળ્યું છે. રેટિંગમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો 39 ટકા સાથે આઠમા ક્રમે છે. ટ્રૂડો બાદ આઇરિશ વડાપ્રધાન લિઓ વરાડકર 37 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે નવમા સ્થાને છે. વરાડકર પછી સ્વીડનના ઉલ્ફ ક્રિસ્ટરસન અને પછી યુકેના પીએમ ઋષિ સુનક 33 અને 32 ટકા સાથે 10 અને 11મા ક્રમે છે. તેમના પછી 12મા નંબરે જાપાનના પીએમ ફુમિનો કિશિડાને 30 ટકા રેટિંગ મળ્યું છે.