Narendra Modi Oath Ceremony : નરેન્દ્ર મોદીએ તેમના નેતૃત્વમાં ભાજપ અને એનડીએને સતત ત્રીજી વખત જીત અપાવીને ઈતિહાસ રચ્યો છે. તેઓ 9 જૂને રેકોર્ડ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. વર્ષ 1962માં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુ બાદ પીએમ મોદી બીજા એવા વડાપ્રધાન હશે જેઓ ત્રીજી વખત સતત બે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ફરીથી આ પદ સંભાળવા જઈ રહ્યા છે. તેથી, પીએમ મોદીની આ શાનદાર જીતની ઉજવણી માટે અમેરિકામાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી (OFBJP-USA)ના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના સમર્થકો તેમનો ત્રીજો શપથ ગ્રહણ સમારોહ ઉજવશે. મોદીનો ત્રીજો શપથ ગ્રહણ સમારોહ ન્યૂયોર્ક, જર્સી સિટી, વોશિંગ્ટન, બોસ્ટન, ટેમ્પા, એટલાન્ટા, હ્યુસ્ટન, ડલ્લાસ, શિકાગો, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો જેવા શહેરોમાં ઉજવવામાં આવશે. OFBJP-USAના પ્રમુખ અદાપા પ્રસાદે પીટીઆઈને જણાવ્યું કે, “આ શુક્રવારથી આવતા રવિવાર સુધી અમેરિકાના 22 શહેરોમાં તેમની જીતની ઉજવણી કરવામાં આવશે.”
પીએમ મોદીએ 1962ના રેકોર્ડનું પુનરાવર્તન કર્યું
ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભામાં સૌથી મોટી પાર્ટી છે અને 1962 પછી આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ વડાપ્રધાન સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા હોય. મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે, જે 60 વર્ષમાં પ્રથમ વખત હશે. પ્રસાદે કહ્યું કે ભારતમાં નવી સરકારની રચના બાદ OFBJP-USA ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરશે. “અમે ભારત-યુએસ સંબંધોને મજબૂત કરવા માટે ભારતીય ડાયસ્પોરાને એક કરીશું,” તેમણે ઉમેર્યું કે, તેઓ વિદેશમાં વસતા ભારતીયોને લગતા તમામ મુદ્દાઓ માટે બિન-નિવાસી ભારતીય (NRI) કમિશનની સ્થાપના કરવા માટે પણ વિનંતી કરશે.
પ્રસાદે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિદેશમાં રહેતા ભારતીયોને પ્રોપર્ટી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને બેંકના હસ્તાક્ષર મેચ કરવા જેવી નાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. તેમણે કહ્યું, “અમે એનઆરઆઈ કમિશનની સ્થાપનાની માંગ કરી રહ્યા છીએ, જે આ મુદ્દાઓને ઉકેલશે.