West Bengal: પશ્ચિમ બંગાળના ઝારગ્રામ જિલ્લામાં ટોળાના હુમલામાં ઘાયલ વ્યક્તિનું એક સપ્તાહ બાદ મોત થયું હતું. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે અજાણ્યા લોકોએ સૌરભ સાવ નામના યુવકને માર માર્યો હતો, ત્યારબાદ રવિવારે સારવાર દરમિયાન સૌરભનું મોત થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, સૌરભ સાઓ 22 જૂનના રોજ ઝારગ્રામ નજીકના જંબોની વિસ્તારમાં રોડ પર ઘાયલ હાલતમાં પડેલો મળ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં રવિવારે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે સાઓના પરિવારની ફરિયાદના આધારે 27 જૂને અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો હતો.
જોકે, સૌરભના પરિવારે કોન્ટ્રાક્ટરના લોકો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. હુમલાખોરોએ આરોપ લગાવ્યો હતો કે સૌરભે રોડ કિનારે પાર્ક કરેલા અર્થ મૂવરના કેટલાક ભાગોને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ભીડે સૌરભને માર મારવાનું શરૂ કરી દીધું હતું.