પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને આસપાસના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા
સોમવારે લદ્દાખના કારગીલમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, ઉત્તર ભારત અને પાકિસ્તાનના વિવિધ ભાગોમાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી અને તે ભારતીય સમયાનુસાર બપોરે 3.48 કલાકે આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપ પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપ આંચકા પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને આસપાસના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા રવિવારે જ પાકિસ્તાનમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.