Maharashtra: મહારાષ્ટ્રની 13 લોકસભા સીટો પર ચાલી રહેલા મતદાન વચ્ચે શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ સોમવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે મતદાન મથકોની બહારની સુવિધાઓને લઈને મતદારો તરફથી ઘણી ફરિયાદો આવી છે.
શિવસેનાના નેતાએ કહ્યું કે મતદારો ગરમીથી બચવાનો અને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગરમીને ધ્યાનમાં રાખીને મતદારોને છાંયડામાં ઊભા રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ અને પંખાની વ્યવસ્થા કરવી જોઈએ.