National Karnataka News
Karnataka: કર્ણાટકના અગુમ્બે ગામમાં 12 ફૂટનો વિશાળ કિંગ કોબ્રા મળી આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, કિંગ કોબ્રાને બચાવી લેવામાં આવ્યો છે. અગુમ્બે રેઈનફોરેસ્ટ રિસર્ચ સ્ટેશન (ARRS)ના ફિલ્ડ ડિરેક્ટર અજય ગિરીએ આ બચાવનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
12 ફૂટ લાંબો કિંગ કોબ્રા
ગિરીએ જણાવ્યું કે 12 ફૂટ લાંબો સાપ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોની નજર પડી. સાપ ઘરના કમ્પાઉન્ડમાં ઝાડીઓમાં સંતાઈ ગયો હતો. જ્યારે ઘરમાલિકોને ખબર પડી કે તેમના ઘરની અંદર એક ખૂબ જ ઝેરી સાપ છે, ત્યારે તેઓ ગભરાઈ ગયા અને વન વિભાગનો સંપર્ક કર્યો. વન વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ અંગે એઆરઆરએસને જાણ કરી હતી. એઆરઆરએસના જવાનો તરત જ એક્શનમાં આવ્યા અને ઘટનાસ્થળે પહોંચી ગયા.
Karnataka વનવિભાગે કેવી રીતે બચાવ કામગીરી હાથ ધરી?
રિસર્ચ સેન્ટરના ફિલ્ડ ડાયરેક્ટરે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું, ‘ઘરમાલિક અને પડોશીઓ ચિંતિત થઈ ગયા અને વન વિભાગના અધિકારીઓને જાણ કરી. એઆરઆરએસને પરિસ્થિતિની જાણ કરવામાં આવી હતી. અમે સ્થાનિક લોકોને બોલાવ્યા અને તેમને સાવચેતી રાખવાની સલાહ આપી.
કિંગ કોબ્રાને વીડિયોમાં જુઓ
View this post on Instagram
ગિરી દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે સાપ બચાવ ટીમે સાપને પરિસરમાંથી કાળજીપૂર્વક દૂર કર્યો. આ વિડિયો પણ IFS અધિકારી સુસાંતા નંદા દ્વારા X પર ફરીથી પોસ્ટ કરવામાં આવ્યો છે. પકડાયા બાદ સાપને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. કિંગ કોબ્રા વિશ્વનો સૌથી લાંબો ઝેરી સાપ છે, જેની લંબાઈ 18 ફૂટ સુધી પહોંચી શકે છે. કિંગ કોબ્રા મુખ્યત્વે ભારતના જંગલો, દક્ષિણપૂર્વ એશિયા અને પૂર્વ એશિયાના ભાગોમાં જોવા મળે છે.