કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ આર્ટસ & કોમર્સ કોલેજ ખાતે મતદાર નોંધણી અધિકારી 15-કાંકરેજ વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા પાલનપુર ની અધ્યક્ષતા માં યુવા મતદાર જાગૃતિ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
મતદાર નોંધણી અધિકારી કે. કે. ચૌધરી એ કોઈ પણ યુવા જેની ઉંમર 1/1/2024 ની લાયકતે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તે મતદાર યાદી માં નામ નોંધાવવાનું ભૂલે નહીં તે બાબતે ખાસ અનુરોધ કર્યો ..
ત્યારે…18/19 વર્ષ ના મહિલા મતદારો ની વધુ માં વધુ નોંધણી થાય અને આગામી લોક સભા ચૂંટણી માં પોતાના મતાધિકાર નો ઉપયોગ કરે એ બાબતે પણ જણાવ્યું હતું.
વધુ માં, 80 વર્ષ કરતા વધુ ઉંમર માં મતદારો ને ઘરે જઈ રૂબરૂ ગ્રેટિટ્યૂડ લેટર આપી આભાર વ્યક્ત કર્યો હતો.