જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના સમાચાર આવ્યા છે. અહીં રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. જેના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તાર હતો.
અફઘાનિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપના કારણે હિમાલયના વિવિધ ભાગોમાં લગભગ 4.19 વાગ્યે હળવા આંચકા અનુભવાયા હતા. છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં આવેલો આ બીજો ભૂકંપ છે. જો કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર 209 કિલોમીટરની ઉંડાઈએ હતું. જેના કોઓર્ડિનેટ્સ 71.32 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 36.62 ડિગ્રી ઉત્તર અક્ષાંશ હતા. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે જાપાનમાં 26 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જાપાનની હવામાન એજન્સી અનુસાર, 26 નવેમ્બર, 2024ના રોજ, જાપાનના ઉત્તર-મધ્ય ક્ષેત્રમાં નોટો પેનિન્સુલામાં લગભગ 10.47 કલાકે 10 કિમીની ઊંડાઈએ 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, સુનામીનો કોઈ ખતરો નહોતો. કોઈ ઈજા કે નુકશાનના સમાચાર નથી.