ભારતનું અર્થતંત્ર સૌથી ઝડપથી વિકાસના પથ પર આગળ વધ્યું છે. આ જ રીતે અર્થતંત્રની આ ગતિ આગળ યથાવત રહેવાની આશા છે. તમામ વૈશ્વિક રેટિંગ એજન્સીઓને આશા છે. જેથી જ વિશ્વ બેંકથી લઈને IMF સુધી ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરના અંદાજમાં સુધારો સાથે વધારો બતાવવામાં આવ્યો છે. ફિચ રેટિંગ્સ એજન્સીએ વચ્ચ ગાળા માટે ભારતના વિકાસ દરના અનુમાનમાં 0.7 ટકાનો વધારો કરીને 6.2 ટકા કર્યો છે.
ચીનને એજન્સી તરફથી ફટકો પડ્યો છે, કારણ કે તેના વિકાસના અનુમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અગાઉ વિશ્વ બેંકથી લઈને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ભારતના GD વૃદ્ધિ અંદાજમાં સુધારો કર્યો છે અને તેમાં વધારો કર્યો છે અને ભારતના ઝડપી અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ફિચના મતે ભારતનો જીડીપી વિશ્વની ટોપ-10 અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ રહેવાનો અંદાજ મુક્યો છે.
fitch રેટિંગે મધ્યમ ગાળા માટે ભારતની જીડીપી વૃદ્ધિ દર 5.5 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો. ફિચ રેટિંગ્સે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજમાં વધારો કર્યો છે બીજી તરફ તેણે ચીન અને રશિયા જેવા દેશોના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. મધ્યમ ગાળા માટે ચીનનો જીડીપી વૃદ્ધિ દર 5.3 ટકાથી ઘટાડીને 4.6 ટકા કરવામાં આવ્યો છે. અમેરિકન રેટિંગ એજન્સીએ સોમવારે જાહેર કરેલા તેના રિપોર્ટમાં કહ્યું છે કે ચીનના જીડીપીમાં ઘટાડાની અસર 10 ઉભરતા દેશોની અર્થવ્યવસ્થા પર પડી શકે છે.