6 જાન્યુઆરી, 2024 ના રોજ સૂર્યના લેગ્રેંજિયન બિંદુ સુધી પહોંચવાની અપેક્ષા
2028માં લોન્ચ થશે અને 2035માં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ શકે
ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય એલ-1 તેના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે 6 જાન્યુઆરી, 2024 ના રોજ સૂર્યના લેગ્રેંજિયન બિંદુ સુધી પહોંચવાની અપેક્ષા જોવા મળી રહી છે. ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે આ અંગે મહત્વની માહિતી આપી છે. ઈસરોના ચીફ સોમનાથના જણાવ્યા અનુસાર, હાલમાં સંપૂર્ણ આશા છે કે આદિત્ય એલ-1 6 જાન્યુઆરીએ લેગ્રાંગિયન પોઈન્ટમાં પ્રવેશ કરશે.
તેમણે વધુમાં કહ્યું કે ચોક્કસ સમયની માહિતી થોડા સમય બાદ આપવામાં આવશે. ISROના વડા સોમનાથે ભારતીય વિજ્ઞાન પરિષદ દરમિયાન મીડિયાને આ માહિતી આપી હતી. આ સાથે ISRO ચીફે કહ્યું કે ભારત આવનારા દિવસોમાં તેનું પ્રથમ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવા જઈ રહ્યું છે. જે 2028માં લોન્ચ થશે અને 2035માં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે.
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે આદિત્ય એલ-1 એલ-1 પોઈન્ટ પર પહોંચે ત્યાં સુધીમાં એન્જિનને ફરી એકવાર ફાયર કરવું પડશે. જેથી તે વધારે દૂર ન જાય. અહીં પહોંચ્યા પછી, આદિત્ય એલ-1 ફરવાનું શરૂ કરશે. તેમણે વધુમાં કહ્યું કે તેના લક્ષ્ય સુધી પહોંચ્યા પછી, આદિત્ય એલ1 આગામી 5 વર્ષ માટે કામ કરશે અને આ દરમિયાન તે સૂર્ય પર થઈ રહેલી ગતિવિધિઓની માહિતી મોકલશે. આનાથી એકત્રિત કરવામાં આવેલા ડેટાથી માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના દેશોને ફાયદો થશે. આ ડેટા દ્વારા સૂર્યની ગતિશીલતા અને માનવ જીવન પર તેની અસર વિશે માહિતી મેળવી શકાય છે.
ઈસરોના ચીફ સોમનાથનું કહેવું છે કે ભારત ટેક્નોલોજીની રીતે શક્તિશાળી બની રહ્યું છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈસરો સ્પેસ સ્ટેશન બનાવવા જઈ રહ્યું છે. જેનું નામ ઈન્ડિયન સ્પેસ સ્ટેશન હશે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ આ અંગે નિર્દેશ આપ્યા છે. સોમનાથે કહ્યું કે અમે અવકાશ ક્ષેત્રે નવા ખેલાડીઓનો ઉદભવ જોઈ રહ્યા છીએ. નવી પેઢીને અર્થતંત્રને ટેકો, પ્રોત્સાહન અને નિર્માણ મળવાનું છે. ભારત ભલે તમામ ક્ષેત્રોમાં અગ્રેસર ન બની શકે, પરંતુ તે કયા ક્ષેત્રોમાં આવું કરી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે.