Corona વાયરસના રોગચાળા વચ્ચે દેશમાં દરરોજ લાખો કોરોના પરીક્ષણ કરવામાં આવે છે.
છેલ્લા વર્ષમાં કોરોના ટેસ્ટના રેકોર્ડ ઘણી વખત બન્યા છે.
તેમ છતાં લોકો આરટી-પીસીઆર પરીક્ષણ પર વધુ આધાર રાખે છે.
જો કે હાલમાં કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સંસ્થા દ્વારા કોરોના તપાસ Covid Test ની એક નવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે.
જેનો રિપોર્ટ માત્ર ત્રણ કલાકમા મળશે અને આ માત્ર ગાર્ગલ saline gargle દ્વારા કોરોનાના સેમ્પલ Test લેવામાં આવશે.
જેની ICMRએ પણ મંજૂરી આપી દીધી છે.
આ ટેસ્ટ સ્ટિકથી સ્વેબ્સ એકત્ર કરવાની જરુર નથી.
આ ટેસ્ટ માટે એક ટ્યુબ આકારની ડબ્બી આપવામાં આવશે.
જેમાં સલાઇન saline હશે. તપાસ કરનારા લોકોએ આ સ્લાઇનને મોંમાં રાખીને 15 સેકન્ડ સુધી ગાર્ગલ gargle કરવાનું છે.
તેની બાદ આ સલાઇનને ડબ્બીમાં થુકીને તેને ટેસ્ટ માટે આપવાનું છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને આ પધ્ધતિને નોંધપાત્ર શોધ ગણાવી છે.
તેમણે કહ્યું હતું કે “આ સ્વેબ ફ્રી પધ્ધતિ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.”
અમદાવાદીઓએ રસી ખરીદવા ચૂકવવા પડશે 1 હજાર રૂપિયા, એપોલો બાદ શેલ્બીને મળી મંજૂરી
નીરી ના એન્વાયર્નમેન્ટલ વાઈરોલોજી સેલના સિનિયર સાયન્ટિસ્ટ ડો.કૃષ્ણ ખૈરનરે જણાવ્યું હતું કે, “નીરીએ નમૂના સંગ્રહને સરળ અને દર્દીને અનુકૂળ બનાવવાનો વિચાર કર્યો.
ઓછામાં ઓછા રીતે દર્દીને મુશ્કેલી પડે એ રીતે સેમ્પલ કેવી રીતે સંગ્રહ કરી શકાય છે.
જેમાં સલાઇન વોટરથી ગાર્ગલ કરવાનું છે.
તેમજ ત્રણ કલાકમાં અમે આરટીપીસાર જેવો રિપોર્ટ પણ મળી શકે છે.
અમને હમણાં જ આઈસીએમઆરની મંજૂરી મળી છે અને અમને બાકીની લેબ્સને તાલીમ આપવા કહેવામાં આવ્યું છે.
આજે પ્રથમ બેચ નીરી પહોંચી છે.જેનું પરીક્ષણ હજુ બાકી છે.
”તેમણે વધુમાં કહ્યું કે, લોકો આ પરીક્ષણો જાતે જ કરી શકશે. જેથી પરીક્ષણ કેન્દ્ર પર ભીડ નહીં વધે અને ઘણો સમય બચાવશે.
આ ઉપરાંત કેન્દ્રમાં અન્યને ચેપ લાગવાનું જોખમ રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે જ કોરોના પરીક્ષણ માટે કોવિસેલ્ફ કીટ લોન્ચ કરવામાં આવી હતી.
જેમાં કોરોનાની તપાસ 15 મિનિટ માં કરી શકાય છે.
આ કીટની કિંમત ટેક્સ સહિત 250 રૂપિયા રાખવામાં આવી છે.
કીટ સાથે એક મેન્યુઅલ છે જેમાં જણાવાયુ છે કે તમે હેલ્થ વર્કરની મદદ વગર કોરોનાની તપાસ જાતે કેવી રીતે કરી શકો છો.
આ ઝડપી એન્ટિજેન પરીક્ષણ હોવાથી ફક્ત નેસલ સ્વેબ જ જરૂરી રહેશે.
પરીક્ષણમાં ફક્ત 2 મિનિટ થશે અને 15 મિનિટની અંદર તમે પરિણામ જાણી શકશો.
જો રિપોર્ટ 20 મિનિટ પછી આવે છે તો તે અમાન્ય માનવામાં આવશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268