અમરનાથ યાત્રાએ જતા યાત્રિકોને મોટી ભેટ ટૂંક સમયમાં જ મળવાની છે. થોડા સમયમાં વાહનો પવિત્ર ગુફા સુધી જઈ શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ગુફા તરફ જતા પહાડી માર્ગને પહોળો કરવામાં આવી રહ્યો છે.
ભારતીય સેનાની બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને સોમવારેના રોજ વાહનોના કાફલાને અમરનાથ ગુફામાં સુધી લઈ ગયા હતાં. આ પહેલીવાર બન્યું છે કે, અમરનાથ ગુફા સુધી વાહનો પહોંચ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પવિત્ર અમરનાથ ગુફા સુધીના રસ્તાને પહોળો કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે.
અમરનાથ યાત્રા અને BRO માટે બનાવવામાં આવેલ આ રસ્તો પણ વિવાદમાં આવી ગયો છે. મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીએ આ રોડ પહોળો કરવાનો વિરોધ કર્યો છે અને તેને પ્રકૃતિ વિરુદ્ધ પણ ગણાવ્યો છે. પીડીપીના પ્રવક્તાએ કહ્યું કે હિંદુ ધર્મ અને પ્રકૃતિમાં આસ્થા વિરુદ્ધ આ સૌથી મોટો અપરાધ છે. હિંદુ ધર્મ આધ્યાત્મિક રીતે કુદરત સાથે જોડાયેલો છે.