ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે ભયાનક જંગ ચાલી રહ્યો છે ત્યારે ઇસ્લામિક દેશો થી એક મોટા સમાચાર આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ
57 જેટલા ઈસ્લામિક દેશોની ઈમરજન્સી બેઠક યોજાઈ રહી છે, જેમાં મોટા નિર્ણયની શક્યતાઓ જોવાઈ રહી છે.
શું આ બેઠક યુદ્ધ ને વધારે ભયાનક સ્વરૂપ ધારણ કરાવશે કે યુદ્ધ વિરામ કરાવશે Gaza War
હાલમાં સાઉદી અરબ દ્વારા 57 મુસ્લિમ દેશોની એક આપાતકાલીન બેઠક તેના દેશમાં બોલાવવામાં આવી છે, આ તમામ દેશો આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતાઓ છે.
આ ઈમરજન્સી મીટિંગમાં કશા મોટા પગલાની જાહેરાત થઈ શકે તેવા એંધાણ છે.
ગાઝા પટ્ટી માં ઇઝરાયેલ ના યુદ્ધ વિશે આ બેઠકમાં તમામ મુસ્લિમ દેશો મળીને શું નિર્ણય લેશે તેના પર દુનિયાની નજર છે .
ગાઝા પર ઈઝરાયેલના હુમલા વિરુદ્ધ પ્રથમ વખત બેઠક નું આયોજન કરવામાં આવ્યું. Gaza war
આ બેઠકમાં 57 જેટલા ઇસ્લામિક દેશોના પ્રતિનિધિઓ હાજર રહેવાની શક્યતાઓ છે. Islamic countries
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ ગાઝામાં યુદ્ધવિરામ ન થવા દેવા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે.
ઈરાન હાલમાં સાઉદી સાથે તેના સંબંધો સામાન્ય કરવામાં વ્યસ્ત છે.
મળતી માહિતી મુજબ ગાઝામાં ઈઝરાયેલના હુમલાને લઈને સાઉદી અરેબિયામાં પ્રથમ વખત બેઠક યોજાશે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી 11 નવેમ્બરે એમાં ભાગ લેવા પહોંચ્યા છે.
મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઈરાન માર્ચમાં આરબ સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે સંમત થયા પછી તે તેમની પ્રથમ મુલાકાત છે.
ગાઝા ઇઝરાયેલ યુદ્ધમાં બંને દેશો દ્વારા અલગ અલગ જાનહાનિ અને નુકસાન ના આંકડા રજૂ કરવામાં આવી રહ્યા છે.
ઇઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે આ યુદ્ધ માં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને 240 બંધકો થયા હતા.
જ્યારે હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હવાઈ અને જમીની હુમલામાં 11,000 થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગે નાગરિકો અને બાળકો હતા.
અત્રે મહત્વનું છે કે આ ઇસ્લામિક દેશોની બેઠકમાં કુલ 57 જેટલા ઈસ્લામિક દેશો આવવાની શક્યતા છે. આ બેઠકમાં કોઈ મોટા નિર્ણયની શક્યતાઓ જોવાઈ રહી છે. આ બેઠક પર અમેરિકા અને ઈઝરાયેલની ખાસ નજર રહેશે.
Read More
Surat : દિવાળી પર્વ નિમિત્તે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત ની લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાતે