ઇસરોએ ગગનયાનનું ટેસ્ટિ્ંગ ક્રૂ મોડ્યુલ સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. પડકારોને પાર કરીને ઈસરોએ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ટેક્નિકલ ખામીને સુધારી 10 વાગ્યે લોન્ચિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઈસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે આજે વાહનની ટ્રાયલ થઈ શકી નથી. વાહનને લોન્ચ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ પરીક્ષણ મિશનને લોન્ચિંગની માત્ર પાંચ સેકન્ડ પહેલા રોકવી પડી હતી.
ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય 2025માં ત્રણ દિવસના મિશનમાં 400 કિલોમીટરની ઉંચાઈએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં માનવોને મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે. ભારતીય અવકાશયાત્રીઓ, એટલે કે ગગનૌટ્સ, ક્રૂ મોડ્યુલની અંદર બેસીને 400 કિલોમીટરની ઉંચાઈએ ઓછી ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરશે. ISRO તેના ટેસ્ટ વ્હીકલ – ડેમોન્સ્ટ્રેશન (TV-D1), સિંગલ સ્ટેજ લિક્વિડ પ્રોપલ્શન રોકેટના સફળ પ્રક્ષેપણનો પ્રયાસ કરશે. ક્રૂ મોડ્યુલ સાથેનું આ પરીક્ષણ વાહન મિશન એકંદર ગગનયાન કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
ક્રૂ મોડ્યુલ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ દ્વારા લોન્ચ કરાયેલા રોકેટથી અલગ થઈ ગયું છે. પેરાશૂટ ખુલતાની સાથે જ આ ક્રૂ મોડ્યુલ શ્રીહરિકોટા કિનારે બંગાળની ખાડીમાં પડવાનું છે. તેને રિકવર કરવા માટે ભારતીય નૌકાદળનું જહાજ અને ડાઇવર્સની ટીમ તૈનાત છે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગગનયાન મિશન ટીવી-ડી1 મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટની ઉડાણ સફળ રહી છે. આ મિશનનો હેતુ ક્રૂ એસ્કેપ સિસ્ટમની તપાસ કરવાનો હતો. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે ગગનયાન મિશન ટીવી-ડી1 મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળ રહી છે. આ મિશનનો હેતુ ક્રૂ એસ્કેપ સિસ્ટમની તપાસ કરવાનો હતો.