Lok Sabha Election Results 2024 : બનાસકાંઠા લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર નો યશસ્વી વિજય બનાસકાંઠા લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર નો ભાજપના ઉમેદવાર ર્ડા.રેખાબેન ચૌધરી સામે ભવ્ય વિજય થવા પામેલ છે.
જોકે રાઉન્ડ વાર થયેલ ગણતરીમાં શરૂઆતથી ગેનીબેન ઠાકોર આગળ રહેલ પરંતુ દસ રાઉન્ડ બાદ રેખાબેન ચૌધરીએ કલર બદલેલ અને અનેક ચઢાવ ઉતાર રાઉન્ડ દરમ્યાન થવા પામેલ આખરે ત્રણચાર રાઉન્ડમાં ગેનીબેન મેદાન મારતાં ભવ્ય વિજય થવા પામેલ.
બનાસની બેન ગેનીબેનના નામ થી બનાસકાંઠામાં છવાયેલા ગેનીબેન ઠાકોર ને તેમના સમાજ સહ અન્ય સમાજજનો અભૂતપૂર્વ ટેકો સાંપડ્યો છે. રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ગેનીબેનના પ્રચારમાં આવી સૌને બનાસનીબેન ગેનીબેનને વિજયી બનાવવા હાકલ કરેલ.
ગેનીબેન ઠાકોરે જીત સાથે બનાસકાંઠાની પ્રજાએ અદભુત વિજય અપાવવા સાથે તેઓ કઈ રીતે ચુંટણી લડ્યા…?
કેટલી નાણાકીય મુશ્કેલીઓ..અન્ય મુશ્કેલીઓ..માણસોનો અભાવ..જો કે આવખતે કોંગ્રેસનું સંગઠન ખડેપગે રહેલ.
બનાસની પ્રજાએ એ સાબીત કરી આપ્યું કે નાણાં નહીં લોકોનો પ્રેમ ..લોકો ધારેતો બધી તાકાતો સામે પણ રાજસિંહાસન અપાવી શકે છે.ગેનીબેન ઠાકોરના ર૦૩૩૧ મતો થી ભવ્ય વિજય થવા પામેલ. ગેનીબેનના વિજય સાથે બનાસનીબેન ગેનીબેનનું આજે ઠાઠમાઠથી મામેરૂ ભરી બહેનનો બોલ જીલી લીધો છે. આમ ગેનીબેન કોંગ્રેસના આગેવાનોના સહકાર થકી લોકોનો પ્રેમ સંપાદન કરી મોદીવેવમાં પણ ગુજરાત માંથી એકમાત્ર કોંગ્રેસ ને ખાતુ ખોલાવનાર બની ભવ્ય વિજય હાંસલ કરેલ.
ગેનીબેનના વિજય અને ભાજપના પરાજયમાં કહેવાય છે કે મુખ્ય ભુમિકા ભાજપના નારાજ કાર્યકરો આગેવાનોની પણ ભુમિકા છે.
સૌ કાર્યકરો આગેવાનોને કહેવાય છે કે અંધારામાં રાખી રેખાબેન ચૌધરી કે જેઓ ભાજપના કાર્યકરો મોટેભાગે ઓળખતા પણ નથી તેમને સરપ્રાઈઝ આપી કોઈકના આશીર્વાદ થી ટીકીટ આપતાં કાર્યકરો છેલ્લે સુધી તાલ મીલાવી શકેલ નહીં. અને પરાજયની પ્રાઈઝ ચુકવવી પડી.ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉપર એકજ વ્યક્તિનું શાસનનો સીક્કો લાગ્યો હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ. જ્યારે સર્વમાન્ય આગેવાન તરીકે ગેનીબેન ઠાકોર ઉપસી આવેલ.
બનાસકાંઠાની ચુંટણીમાં કહેવાય છેકે સહકારી ક્ષેત્રનો ભરપુર ઉપયોગ હામ,દામ, શામ થી થવા પામેલ છતાં રેખાબેનના વિજયમાં પરિવર્તન ન થતાં બનાસકાંઠા જીલ્લામાં અનેક નવા-જુની થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. આ ચુંટણીના પરિણામ સૌ પહેલાં બનાસકાંઠા જીલ્લા ભાજપના સંગઠનનો ભોગ લેશે તેવો વર્તારો દેખાઈ રહ્યો છે. તેમજ સહકારી ક્ષેત્રે અનેક ભુકંપો ના ભણકારા વાગી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લા માં 11 વર્ષ બાદ કોંગ્રેસ નો ઉદય થયો છે છેલ્લે મુકેશ ગઢવી કોંગ્રેસ પક્ષ તરફથી જીત્યા હતા.
આ ઉપરાંત ગત ટર્મ માં પરબતભાઇ પરેલ 300000 જેટલાં માતબર માર્જિન થી જીતેલા.આ સમયે કોઈ એક વ્યક્તિ ની જિદ્દ ભાજપ પક્ષ ને ભારે પડી જોકે બનાસ ની બહેન ગેનીબેન નો રાજકીય અનુભવ અને સામાજિક કનેક્શન ભાજપ ને વધુ ભારે પડ્યા એવું કહી શકાય.
બનાસ ના લોકો એ ગેનીબેન ને ચુંટણી પહેલા તમામ આર્થિક મદદ કરેલ. જનરલી એવું હોય છે કે મત માટે ઉમેદવાર રૂપિયા ખર્ચતા હોય છે પરંતુ બનાસકાઠાં માં સંપૂર્ણ ઊલટું ચિત્ર જોવા મળેલ કે ગેનીબેન જે જે ગામ ની મુલાકાતે ગયા છે ત્યાંના સ્થાનિકો એ તેમને હાથ ખર્ચી માટે હાથ માં રૂપિયા મૂક્યા છે. અને ત્યાર બાદ ચૂંટણી માં મતપેટી છલકાવી મતદાન કરી ગેનીબેન ને મામેરું ભર્યું.
આ વિજય થી ભારે ભાવુક બનેલા ગેનીબેન ને તમામ લોકો, તમામ પક્ષ અને અઠારેય આલમ નો આભાર વ્યક્ત કરેલ અને જણાવેલ કે તમે મુકેલ વિશ્વાસ ને હું પૂરો કરીશ તમને આપેલ વાયદાઓ પૂરા કરવા હું પૂરી તાકાત થી લાગી જઈ