- ટીમ એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે : અધિકારી
દિલ્હી MCD મેયર શેલી ઓબેરોયે શુક્રવારે દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં લખ્યું હતું કે અમે એકાઉન્ટ શક્ય હોય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મારા ફેસબુક પેજ દ્વારા જો કોઈ અસામાન્ય પ્રવૃત્તિ હોય, તો કૃપા કરીને તેની જાણ કરશો તેમ કહેલ.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના અધિકારીએ જણાવ્યું હતું કે, મેયરનું ફેસબુક એકાઉન્ટ ચારથી પાંચ દિવસ પહેલા હેક થયું હતું અને તે પોતાનું એકાઉન્ટ ઓપન કરી શક્યા ન હતા. અધિકારીએ કહ્યું કે એક ટીમ એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી એકાઉન્ટમાંથી કોઈ અયોગ્ય મેસેજ અથવા એક્ટિવિટી બાબતે જાણ કરવામાં આવી નથી અને જો તેને પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરીશું