- ફુલોથી બાબા વિશ્વનાથનો શૃંગાર થશે તો 25 હજાર દીપ પ્રગટાવશે
અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આરાધ્યની નગરી કાશી પણ રામના રંગે રંગાઈ છે. અહીં લગભગ 400 જેટલા દેવાલયોને ફુલો અને રંગબેરંગી ઝાલરોથી સજાવવાની સાથે સાથે રામ નામનો જાપ પણ ગુંજવા લાગ્યો છે. ત્યારે વ્યાપારી સંગઠનોથી માંડીને વિભિન્ન સંસ્થાઓએ પણ પોત પોતાના સ્તરે ઉત્સવ ઉજવવાની તૈયારી કરી છે. સેંકડો ઘરોની બહાર જય શ્રીરામના શિલાપટ્ટ લાગી રહ્યા છે. લોકોનું કહેવુ છે કે અયોધ્યા ન ગયા તો શિવની નગરી કાશીને જ રામમય બનાવી દઈશું.
તો રામોત્સવના દિવસે કાશી વિશ્વનાથ ધામની સાથે મુખ્ય ચોક અને ગંગા ઘાટોને સજાવવામાં આવશે. વિશ્ર્વનાથ ધામને એવી રીતે સજાવવામાં આવશે જેવી રીતે લોકાર્પણ ઉત્સવના દિવસે સજાવવામાં આવ્યું હતું. ફુલોથી બાબા વિશ્વનાથનો શૃંગાર થશે તો 25 હજાર દીપ પ્રગટાવશે. અયોધ્યામાં રામલલાના રામમંદિરમાં બિરાજમાન થવાના પર્વને એલઈડી સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. ધામમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે, દરેક ચોકમાં રામધૂન પણ ગુંજશે.