તેલંગાણામાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મહેબુબાબાદ અને કરીમનગરમાં જાહેરસભાઓને સંબોધન કર્યું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધીએ ભોનગીરમાં જાહેરસભાને સંબોધન કરતાં અન્ય પક્ષો પર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મેડક જીલ્લામાં નરસાપુરમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું.
કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધરમૈયા, આંધ્રપ્રદેશ કોંગ્રેસ સમિતીના ભૂતપૂર્વ અધ્યક્ષ રઘુવીર રેડ્ડી તેમજ પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓએ, પક્ષના ઉમેદવાર, અંજનકુમાર યાદવને ટેકો આપવા મુશીરાબાદ મતવિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો.
તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીએ દરિનાકલમાં જાહેરસભાને સંબોધન કર્યું. બીઆરએસ પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે ઘેવેલ્લામાં જાહેરસભાને સંબોધન કર્યું..