- દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા સહિત ભારતના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે. જયારે ભૂકંપનું મુખ્ય કેન્દ્ર અફઘાનિસ્તાનનું ફૈઝાબાદ હતું. ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જોકે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા સહિત ભારતના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. દેશના ઓછામાં ઓછા 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રાજધાની ઈસ્લામાબાદ, લાહોરમાં ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા હતા. ભૂકંપના આંચકાના કારણે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા. પરંતુ હજુ સુધી અહીં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.
પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના કેટલાક ભાગોમાં 6.0ની તીવ્રતાનો મજબૂત ભૂકંપ આવ્યો હતો. હવામાન વિભાગ (પીએમડી) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ ક્ષેત્રમાં હતું. સ્થાનિક સમય અનુસાર બપોરે 2:20 વાગ્યે હિન્દુ કુશ ક્ષેત્રમાં 6.0ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો.