ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત લખનૌ-બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-જાફરાબાદ સેક્શનમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય) કાર્યો ના લીધે, રાજકોટ ડિવિઝન માંથી પસાર થતી બે ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.
આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડનારી ટ્રેનો:
ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 19.01.2024 ના રોજ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલહા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી થઈને જશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટ અને અકબરપુરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ 20.01.2023ના રોજ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલહા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી થઈને જશે. જે સ્ટેશન પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટ નો સમાવેશ થાય છે.