ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં દસ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે ૧૯ ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ લીધા છે. તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે મોડી રાત્રે મેજામાં પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તે બધા છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા. બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં આવી રહ્યા હતા.
આ અકસ્માતમાં સંગમમાં સ્નાન કરીને વારાણસી જઈ રહેલી બસમાં મુસાફરી કરી રહેલા 19 શ્રદ્ધાળુઓ પણ ઘાયલ થયા હતા. બધા ઘાયલોને સીએચસી રામનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા બધા શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે.