Delhi Liquor Scam 2024
Delhi Liquor Scam : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટમાં દારૂ નીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે.Delhi Liquor Scam દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની 21 માર્ચ, 2024 ના રોજ કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરતી ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી 26 જૂને CBIએ કથિત ભ્રષ્ટાચાર કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી.
સીબીઆઈ અને ઈડીએ હવે એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સામે તપાસ પૂર્ણ કરી છે. છેલ્લી સુનાવણીમાં સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે લાંચ લીધા બાદ દિલ્હીની એક્સાઈઝ પોલિસીનો લાભ લેવા તેમની ઈચ્છા મુજબ ફેરફાર કરવામાં આવ્યા હતા.
ED કેસમાં જામીન મંજૂર
કેજરીવાલને ઈડી કેસમાં જામીન મળી ચૂક્યા છે. જોકે, સીબીઆઈની ધરપકડના કેસમાં તે તિહારમાં બંધ છે. આ કેસમાં તેમની જામીન અરજી પર પણ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
Delhi Liquor Scam CBIએ કોર્ટમાં શું કહ્યું?
સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં છેલ્લી સુનાવણીમાં કહ્યું હતું કે અમારી પાસે પૈસાનું પગેરું છે. તેમજ પુરતા પુરાવા છે. સાઉથ ગ્રુપના કહેવા પર જ દારૂની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
સીબીઆઈના વકીલે હાઈકોર્ટમાં કહ્યું હતું કે, “જ્યારે અમે પૂછપરછ દરમિયાન અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે, ખાનગીકરણ અને એક્સાઈઝ પોલિસીમાં ફેરફાર કરવાનો નિર્ણય કોનો હતો, Delhi Liquor Scam તો કેબિનેટના વડા કેજરીવાલે કહ્યું કે તે મારું નથી.” સ્પષ્ટ છે કે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી, તે કોઈ બીજા દ્વારા કરવામાં આવ્યું હતું.”
સિસોદિયાની જામીન અરજી પર આજે સુનાવણી
બીજી તરફ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. સિસોદિયા છેલ્લા 16 મહિનાથી જેલમાં છે. તેણે તપાસની ધીમી ગતિને ટાંકીને જામીનની માંગણી કરી છે.
Tamil Nadu: તામિલનાડુમાં 24 કલાકમાં થઇ આટલા નેતાઓની હત્યા, વિપક્ષે લગાવ્યો આવો આરોપ