દેશમાં વેક્સિન અભિયાન ચાલી રહ્યું છે. આવામાં કઈ વેક્સિન લેવી અને કઈ નહીં તેની પણ મૂંઝવણ જોવા મળી રહી છે. લોકોને ઘણા અહેવાલો અને જાહેરાતો થકી કહેવામાં આવી રહ્યું છે કે બંને કોરોના વેક્સિન સુરક્ષિત અને અસરકારક છે. આ વચ્ચે કઈ વેક્સિનથી કોરોના સંક્રમણ નું જોખમ દુર થઇ જાય છે? કઈ વેક્સિન લેવાથી વધુ એન્ટીબોડી બને છે? આવા ઘણા પ્રશ્નો લોકોના મગજમાં છે કોરોનાની બીજી લહેર વચ્ચે વેક્સિન લેતા પહેલા લોકો કઈ વેક્સિન લેવી તે અંગે વિચારણા કરી રહ્યા છે. આવામાં બહાર આવેલી એક સ્ટડીમાં તમારા અમુક પ્રશ્નોના જવાબ છુપાયેલા છે. જણાવી દઈએ કે સ્ટડી અનુસાર ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ સ્વદેશી કોવેક્સિનની સરખામણીમાં વધુ એન્ટીબોડી બનાવે છે.
શું હવે કોવિશીલ્ડ રસીનો માત્ર એક જ ડોઝ આપવામાં આવશે ? તો જાણો સત્ય
કોરોના વાયરસ વેક્સિન ઇન્ડ્યૂસ્ડ એન્ટીબોડી ટાઈટ્રે દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રારંભિક અભ્યાસ મુજબ, વેક્સિન પ્રથમ ડોઝ લેનારા લોકોમાં કોવેક્સિનની તુલનામાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા લોકોમાં વધુ એન્ટિબોડીઝ હતા. આ અધ્યયનમાં 552 હેલ્થકેર કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવાશિલ્ડ રસી લેનારા લોકોમાં એન્ટિ-સ્પાઇક એન્ટિબોડીઝનો સેરોપોઝિટિવીટી રેટ કોવાશિલ્ડનો પ્રથમ ડોઝ લેનારા લોકો કરતા નોંધપાત્ર રીતે વધારે હતો.અધ્યયનમાં જણાવાયું છે કે એન્ડી કોરોનાવાયરસ વેક્સિનમાં, કોવિશિલ્ડ અને કોવેક્સિન બંનેનો પ્રતિભાવ સારો હતો. પરંતુ કોવિશિલ્ડમાં સેરોપોઝિટિવીટી રેટ અને એન્ટિ-સ્પાઇક એન્ટિબોડી વધારે છે. સર્વેક્ષણ કરાયેલા 456 આરોગ્ય સંભાળ કામદારોને કોવાશિલ્ડનો પ્રથમ ડોઝ અને 96 લોકોને કોવેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. પ્રથમ ડોઝ પછીનો એકંદર સેરોપોઝિટિવીટી રેટ 79.3% હતો.
જો કે અધ્યયનમાં તારણ આવ્યું છે કે આરોગ્યસંભાળ કામદારો કે જેમણે બંને રસી મેળવી હતી, તેમની ઈમ્યુન સારી રહી હતી. COVAT ની આ સ્ટડી આગળ ચાલુ જ છે અને વેક્સિનના બીજા ડોઝ બાદ રોગપ્રતિકારક પ્રતિક્રિયા પર વધુ પ્રકાશ પડશે. આ અધ્યયનમાં એવા આરોગ્ય કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા છે જેમને કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી આપવામાં આવી હતી. વળી આમાંના કેટલાક એવા હતા જેમને સાર્સ-કોવી-2 ચેપ લાગ્યો હતો. તે જ સમયે, કેટલાક એવા પણ હતા જેઓ પહેલાં આ વાયરસના સંપર્કમાં નહોતા આવ્યા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268