દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે.દેશમાં કોવિડ-19 કેસો વધવાની સાથે તેના સબ વેરિયન્ટ XBB1.16ના કેસો પણ સતત વધી રહ્યા છે રાજ્યમાં દરરોજ 200થી વધુ નવા કેસો કોરોનાના સામે આવી રહ્યાં છે.
જેને પગલે રાજ્યના આરોગ્ય તંત્ર પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યું છે કોરોનાના આ કેસમાં વધારો થાય તો તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું કરવું તે તમામ માટે કેન્દ્રનું આરોગ્ય તંત્ર તમામ રાજ્યના આરોગ્ય તંત્ર પાસેથી સમીક્ષા કરી રહ્યું છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડો. રાકેશ જોષી કહે છે કે કોરોનાના નવા વેરિયન્ટ XBB1.16ના કેસીસ અત્યારે જોવા મળી રહ્યાં છે. આ કેસોમાં પણ હોસ્પિટલાઈઝેશનની જરૂર ખુબ ઓછી ઊભી થઈ છે. આ વેરિયન્ટ પણ ઓમિક્રોન વેરિયન્ટ જેવા જ છે અને જેમાં લક્ષણો ખુબ જ ઓછા છે એટલે લોકો બેદરકારી રાખી રહ્યા છે. આ વેરિયંટ જેમની ઈમ્યુનિટી ખુબ ઓછી છે. સિનિયર સિટીજન્સ, બાળકો જેમને ઈમ્યુનીટી ખુબ ઓછી હોય તેમને દાખલ થવાની જરુર પડતી હોય છે.