National West Bengal News
West Bengal : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શુક્રવારે કોલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ એક અપીલ દાખલ કરી હતી જેમાં તેમને અને અન્ય ત્રણને રાજ્યપાલ સીવી આનંદ બોઝ વિરુદ્ધ કોઈપણ બદનક્ષીપૂર્ણ અથવા ખોટા નિવેદન આપવાથી રોકવાના સિંગલ બેન્ચના આદેશને પડકારવામાં આવ્યો હતો. West Bengal હાઈકોર્ટની સિંગલ બેન્ચે રાજ્યપાલ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા પર મંગળવારે આ વચગાળાનો આદેશ આપ્યો હતો.
તૃણમૂલ કોંગ્રેસના બે નવા ચૂંટાયેલા ધારાસભ્યોના શપથ ગ્રહણ સંબંધિત વિવાદ પર બોલતી વખતે બેનર્જીએ કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જેની સામે બોઝે દાવો દાખલ કર્યો છે. બેનર્જીએ સિંગલ બેન્ચના આદેશને પડકાર્યો હતો, જે 14 ઓગસ્ટ સુધી પેન્ડિંગ છે.
બેનર્જી ઉપરાંત, કોર્ટે તેના આદેશમાં અન્ય ત્રણ લોકોને પણ રોક્યા છે – નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાયંતિકા બેનર્જી અને રેયાત હુસૈન સરકાર અને તૃણમૂલ કોંગ્રેસના નેતા કુણાલ ઘોષને બોસ વિરુદ્ધ કોઈપણ અપમાનજનક અથવા ખોટા નિવેદનો કરવાથી. હવે તેને ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવશે.
રાજભવનના એક સૂત્રના જણાવ્યા અનુસાર, રાજ્યપાલે આ કેસમાં ‘વકીલોની નિમણૂક કરીને જનતાના નાણાંનો બગાડ કરવાનો’ આરોપ લગાવ્યો હતો. સૂત્રએ જણાવ્યું કે બોઝ ‘સરકારી ભ્રષ્ટાચાર’ સામે તેમની લડાઈ ચાલુ રાખશે.