ભારત સરકારે જાહેર કરેલ અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવરો વિરુદ્ધના નવા કાયદાનો વિરોધ કરવા માટે ડ્રાઇવર્સે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડી છે અને સરકાર દ્વારા કાયદામાં કરેલી નવી જોગવાઈ રદ કરે તેવી માગણી કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં આ હડતાળથી માહોલ ગંભીર બન્યો છે.
સમગ્ર દેશમાં ટ્રક-બસ ડ્રાઇવરની હડતાળને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પ્રેટોલ, દૂધ, શાકભાજી, દવાઓ જેવી અત્યંત મહત્વની ચીજવસ્તુઓની સપ્લાય પર ના પુરવઠાને અસર પડી છે, મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, જામનગર, ભરૂચ સહિત ના રાજ્ય ના અનેક શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારો માં પેટ્રોલ પંપનો સ્ટોક ખતમ થતાં મુસાફરો ને હાલાકી પડી રહી છે.
દેશભરમાં ડ્રાઇવર હડતાળ પર ઉતર્યા છે અને ઠેર ઠેર ચક્કાજામ જેવી સ્થિતિ છે. દરેક મેઇન હાઇવે કે જ્યાંથી ટ્રકો પસાર થતી હોય ત્યાં ટ્રક ડ્રાયવરો દ્વારા ચક્કાજામ કરવામાં આવેલ છે. રાજ્યમાં આ સાથે પ્રેટોલ, દૂધ, શાકભાજી, દવાઓ જેવી અત્યંત મહત્વની ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડતા જનજીવન પ્રભાવિત થયું છે. ઠેર ઠેર પેટ્રોલ પંપ બંદ છે અને જ્યાં પેટ્રોલ નો સ્ટોક છે ત્યાં લાંબી લાઈનો જોવા મળે છે.
ભારત સરકારના હિટ એન્ડ રન કાયદામાં કરાયેલા સુધારાનો દેશભરમાં ટ્રક ડ્રાયવરો દ્વારા રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં ટ્રક ચાલકોની હડતાળના કારણે સમગ્ર રાજ્યમાં અસર જોવા મળે છે. ટ્રક ડ્રાયવરો ની હડતાળને કારણે રવિવાર અને સોમવારે રાજ્ય ના મોટાભાગના પેટ્રોલ પંપ પર ઈંધણ ખતમ થઈ ગયું હતું. અનેક શહેરોના મોટા ભાગ ના પેટ્રોલ પંપ બંદ જાહેર કરાયા છે. અને જે પેટ્રોલ પંપ પર સ્ટોક હતો ત્યાં મંગળવારે લાંબી કતારો જોવા મળી હતી.
મહારાષ્ટ્રના અમુક ભાગમાં હડતાળ હિંસક પણ બની હતી. નવી મુંબઈના નેરુલમાં સવારે ટ્રક ચાલકોએ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. બેંગલોર-મુંબઈ પણ સર્જાયેલા જામને વિખેરવા પોલીસે બળનો ઉપયોગ કર્યો હોવાના સમાચાર છે. ઠાણે, મીરા-ભાયંદર રોડ, અમદવાદ-મુંબઈ હાઈ વે તમામ ઠેકાણે પોલીસ અને ટ્રકચાલકો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર છે. તો બીજી બાજુ સોલાપુરસ કોલ્હાપુર તમામ ઠેકાણે જામ સર્જાતા અરાજકતા જેવો માહોલ છે.
દેશભરના પેટ્રોલપંપ પર લાઈનો લાગી છે. જાહેર પરિવહનને અસર થતાં લોકો રઝળી પડ્યા છે. લોકો બસસ્ટોપર પર રાહ જોઈને ઊભા છે, પરંતુ કલાકો સુધી બસ ન મળતા મહિલા બાળકો, વિદ્યાર્થીઓ રઝળી પડયા છે. ઑલ ઈન્ડિયા મોટર એન્ડ ગૂડ્સ ટ્રાન્સપોર્ટ અસોસિયેશનને તેમના સભ્યોને શાંતિથી કામ લેવા જણાવ્યું છે. તેમણે ગણતંત્ર દિવસ અને રામ મંદિરના સમારોહને ધ્યાનમાં રાખી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
અત્યાર સુધી, રોડ અકસ્માતના કિસ્સામાં, ડ્રાઇવરો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 279 એટલે કે બેદરકારીથી ડ્રાઇવિંગ, 304A એટલે કે બેદરકારીથી મૃત્યુ અને 338 એટલે કે જીવનને જોખમમાં મૂકવું હેઠળ કેસ નોંધવામાં આવતો હતો, પરંતુ નવા કાયદામાં, જેઓ ઘટનાસ્થળથી ફરાર થઈ જાય છે તેમની સામે કલમ 104(2) હેઠળ ચાલક સામે કેસ નોંધવામાં આવશે. જો તે પોલીસ અથવા મેજિસ્ટ્રેટને જાણ નહીં કરે તો તેને 10 વર્ષની જેલ અને દંડ પણ ભોગવવો પડશે, તેવી જોગવાઈ કરવામાં આવી છે. જેનો વિરોધ ડ્રાયવર્સ કરી રહ્યા છે.
પરંતુ ટ્રક ડ્રાયવરો નો આ વિરોધ સામાન્ય નાગરિકો ને ભારે પડશે એવું હાલ લાગી રહ્યું છે.
આ હડતાળ ને કારણે હજારો લોકો ટ્રાફિક જ્યાં માં ફસાઈ રહ્યા છે ઉપરાંત પેટ્રોલ પંપ પણ આઉટ સ્ટોક થઈ રહ્યા છે
સાથે સાથે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પ્રેટોલ, દૂધ, શાકભાજી, દવાઓ જેવી અત્યંત મહત્વની ચીજવસ્તુઓની સપ્લાય પર ના પુરવઠાને અસર પડી રહી છે.