PLના સંસ્થાપક લલિત કુમાર મોદીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે મોદીની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેમણે બીસીસીઆઈ એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કરોડો રૂપિયાની રકમ આપવાની માંગ કરી હતી. હાઈકોર્ટે મોદીની અરજીને મૂર્ખામીભરી ગણાવી છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ અરજી વ્યર્થ છે અને તેથી અમે અરજીને ફગાવીએ છીએ.’ બોમ્બે હાઈકોર્ટે બીસીસીઆઈના પૂર્વ ઉપાધ્યક્ષ પર 1 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ દંડ ચાર સપ્તાહની અંદર ટાટા મેમોરિયલ હોસ્પિટલને ચૂકવવો પડશે. આટલું જ નહીં, તેમણે આ પેમેન્ટ સંબંધિત દસ્તાવેજો પણ કોર્ટમાં દાખલ કરવા પડશે.
કોર્ટે કહ્યું, ‘આજથી ચાર સપ્તાહની અંદર ટાટા મેમોરિયલ (એકાઉન્ટ નંબર 1002449683, IFS કોડ CBIN0284241, બેંકનું નામ- સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા)ને 1 લાખ રૂપિયા ચૂકવવાપાત્ર થશે. પેમેન્ટ સંબંધિત જરૂરી પુરાવા પણ કોર્ટમાં રજૂ કરવાના રહેશે.
લલિત મોદીએ અરજી દ્વારા માંગ કરી હતી કે હાઈકોર્ટે BCCIને EDને 10.65 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ જારી કરવો જોઈએ. તેણે અરજીમાં કહ્યું હતું કે આ દંડ તેની સામે મે 2018માં ફેમાના નિયમો હેઠળ લગાવવામાં આવ્યો હતો.