(૧) ઉનાળાનું પહેલું અમૃત ! ખારી, મીઠી છાશ! ૪/૫ ગ્લાસ પીવો ત્યારે મનમાં થાય છે હાશ.
(૨) ઉનાળાનું બીજું અમૃત કાચી કેરીનો બાફલો, ૨/૪ ગ્લાસ પીવો તો ગરમીનો દૂર થાય કાફલો.
(૩) ઉનાળાનું ત્રીજું અમૃત! લીલા નારિયેળનું પાણી, જલ ક્ષય મટાડે ભલે જાત હોય બફાની.
(૪) ઉનાળાનું ચોથું અમૃત! તીખી, રડાવતી ડુંગળી, ગમે તેટલી લુ લાગે, તેને જાય છે ગળી.
(૫) ઉનાળાનું પાંચમું અમૃત ! લીંબુ ખાટું ખાટું, શરબત બનાવી ને પીવો, તો લુને મારે પાટું.
(૬) ઉનાળાનું છઠ્ઠુ અમૃત! લીલું લીલું તરબૂચ! તેના શરબત પીવાથી દૂર થાય, ઓછા પેશાબની ગૂંચ.
(૭) ઉનાળાનું સાતમું અમૃત! ગુલાબનો ઠંડો ગુલકંદ! દૂધમાં નાખી પીવો તો સ્વાદે છે મનપસંદ.
(૮) ઉનાળાનું આઠમું અમૃત! કોકમનું શરબત ! હાયપર એસિડિટી ઉપર આ શરબત ફેરવે મોટી કરવત.
(૯) ઉનાળાનું નવમું અમૃત! મીઠો સુગંધી વાળો, પાણીમાં નાખી પીશો તો નહિ નડે કાળો ઉનાળો.
(૧૦) ઉનાળાનું દસમું અમૃત કેરીનું કચુંબર, તડકામાંથી આવ્યા હો તો ગરમી કરે છુમંતર.
(૧૧) ઉનાળાનું અગિયારમું અમૃત! કાચી કેરીનો મુરબ્બો, સખત તાપને લુને તે પાછળથી મારે ધબ્બો.
(૧૨) ઉનાળાનું બારમું અમૃત, પાકી કેરીનો રસ, સૂંઠ ઘી નાખી પીશો તો રાજી થશે નસે નસ