ચોખાના ભાવ 15 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે ખાદ્ય મોંઘવારી દરમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. ભારત સહિત સમગ્ર એશિયા તેની લપેટમાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ચોખાના ભાવ 15 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. એશિયન બેન્ચમાર્ક પર થાઈ સફેદ ચોખા છેલ્લા બે અઠવાડિયામાં 57 ડોલર વધીને 640 ડોલર પ્રતિ ટન થયા છે. આ ઓક્ટોબર 2008 પછીના ઉચ્ચતમ સ્તરની ખૂબ નજીક છે.
તેની પાછળનું મુખ્ય કારણ ભારત દ્વારા નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હોવાનું માનવામાં આવી રહ્યું છે..
એક રિપોર્ટ અનુસાર આ સમયગાળા દરમિયાન બ્રાઝિલ અને ફિલિપાઈન્સની વધતી માંગ પણ આ વધારામાં ફાળો આપી રહી છે. થાઈ રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના માનદ પ્રમુખ ચુકિયાત ઓફાસવોંગસે જણાવ્યું હતું કે ઊંચા સ્થાનિક ભાવ અને બાહ્ટ મજબૂત થવાથી તેજીને વેગ મળ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ અત્યારે સારું વેચાણ કરી રહ્યા છે કારણ કે વિયેતનામમાં સ્ટોક ઓછો છે જેનું જૂથ દર અઠવાડિયે 5% તૂટેલી અને અન્ય જાતોની કિંમત નક્કી કરે છે.