Bengal: પશ્ચિમ બંગાળના TMC નેતાની હત્યાના આરોપીની પોર્ટ બ્લેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. બાબતે તપાસ ચાલુ છે. 27 એપ્રિલે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં તેનું મોત થયું હતું.
કોલકાતાના ઉત્તરીય વિસ્તાર બગુઆટીમાં TMC નેતા સંજીવ દાસ પોટલાના જૂથ અને અન્ય જૂથ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. તેમની પુત્રીએ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે અર્જુનપુરા વેસ્ટ પરામાં અથડામણ થઈ હતી.
મારામારી બાદ મામલો ઇંટો અને પથ્થરો ફેંકવા સુધી પહોંચી ગયો હતો. જેમાં સંજીવ દાસ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જોકે બાદમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યું કે દાસના પરિવારનો આરોપ છે કે હત્યા પાછળ ટીએમસી કાર્યકરોનો હાથ હતો.