એક વાયરલ વિડીયોથી દેશભરમાં મશહુર થઇ ગયેલા Baba Ka Dhaba ના માલિક કાંતા પ્રસાદને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે તેમણે માનસિક તણાવના કારણે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી.ઊંઘની ગોળીઓ ખાધા પછી તેમની હાલત વધુ કથળી હતી, ત્યારબાદ તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. kanta prasad ની હાલત હમણાં સ્થિર કહેવામ આવી છે. તે safdarjung Hospitalના આઈસીયુ ICU યુનિટ -2 માં હમણા વેન્ટિલેટર ventilator પર છે.
Airtel બાદ હવે Jio એ મુંબઈમાં શરૂ કર્યું 5G ટ્રાયલ
ગયા વર્ષે ગૌરવ નામના યુટ્યુબરે કાંતા પ્રસાદના બાબા કા ઢાબાનો એક વીડિયો બનાવ્યો હતો. જે ખુબ વાયરલ થયો હતો. વિડીયોમાં લોકોને તેમની મદદ કરવા કહ્યું હતું. જે પછી કાંતા પ્રસાદનો ઢાબો રાતોરાત પ્રખ્યાત બન્યો. દેશભરના લોકોએ તેમને આર્થિક મદદ પણ કરી હતી.મળેલા પૈસાથી કાંતા પ્રસાદે નવી restaurants ખોલી હતી. આમાં તેમણે બે રસોઇયા અને એક સહાયક પણ રાખ્યા હતા. લોકડાઉનમાં રેસ્ટોરન્ટ બંધ થવાના કારણે તેમને ઘણું દુ:ખ સહન કરવું પડ્યું હતું, ત્યારબાદ તેમણે રેસ્ટોરન્ટ બંધ કરી દીધી હતી.
બાબાના દીકરાએ કહ્યું હતું કે રેસ્ટોરન્ટમાં ખર્ચ પ્રમાણે કમાણી ખૂબ ઓછી થઈ રહી હતી. ભાડુ, Rent , Staff કામ કરતા છોકરાઓનો પગાર Salary , વીજળી electricity bill અને પાણીના Water બીલના ખર્ચા હતા. રેસ્ટોરન્ટ ખોલવા માટે દો 1.5 લાખ રૂપિયાથી વધુ પૈસા લાગ્યા હતા. રેસ્ટોરન્ટ બંધ થયા પછી તેમણે તમામ માલ વેચી દીધો, જેમાંથી અમને 30 થી 40 હજાર રૂપિયા મળ્યા. બાબાના દીકરાના જણાવ્યા પ્રમાણે જો રેસ્ટોરન્ટમાં માસિક ખર્ચ 2 લાખ રૂપિયા હતો, તો કમાણી માત્ર 15 હજાર રૂપિયા હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268