આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલે ભાગવતને ઘણા પ્રશ્નો પૂછ્યા છે.
કેજરીવાલે પત્રમાં મોહન ભાગવતને પૂછ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપ દ્વારા જે કંઈ ખોટું થયું છે. શું આરએએસ તેને સમર્થન આપે છે? ભાજપના નેતાઓ ખુલ્લેઆમ પૈસાની વહેંચણી કરી રહ્યા છે. શું આરએસએસ વોટ ખરીદવાનું સમર્થન કરે છે?
પત્રમાં મોહન ભાગવતને પૂછવામાં આવ્યું હતું કે શું દલિતો અને પૂર્વાંચલીઓના મત મોટા પાયે કાપવામાં આવી રહ્યા છે. શું આરએસએસને લાગે છે કે આ લોકશાહી માટે સારું છે? શું આરએસએસને નથી લાગતું કે ભાજપ લોકશાહીને નબળી કરી રહી છે?
આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલે મોહન ભાગવતને આ પત્ર લખ્યો છે. તમને જણાવી દઈએ કે કેજરીવાલે ત્રણ મહિના પહેલા પણ મોહન ભાગવતને પત્ર લખ્યો હતો. તે સમયે તેમને પાંચ મુદ્દા પર પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારબાદ તેમણે બીજેપી અને આરએસએસ વચ્ચેના સંબંધો પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને ભાજપ પર અન્ય પક્ષોના નેતાઓને તોડવાનો અને પાર્ટીમાં ભ્રષ્ટ નેતાઓ સહિતનો આરોપ લગાવ્યો હતો.