દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે અરવિંદ કેજરીવાલ સરકારને વધુ એક ઝટકો આપ્યો છે. એલજી વિનય કુમાર સક્સેનાએ દિલ્હી સરકારના
દાવાવાળી યોજના કે જેમાં દિલ્હીમાં ગરીબ અને અમીર બંનેના વીજળી બિલ શૂન્ય થઈ જશે. આ ઉપરાંત કોમર્શિયલ ઉપયોગ માટેના વીજ બીલ પણ અડધા થઈ જશે.આ દાવાવાળી
સોલર પોલિસી પર પ્રતિબંધ મૂક્યો છે.
દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે થોડા દિવસ પહેલા સોલર પોલિસીની જાહેરાત કરી હતી. જેમાં દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે આ સોલાર પોલિસી હેઠળ દિલ્હીમાં વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. દિલ્હી સરકારે નવી સોલર પોલિસી લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત જે લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવે છે તેમને મફત વીજળી આપવાની તૈયારી હતી.
આ પ્રતિબંધ બાદ દિલ્હી સરકારે આરોપ લગાવ્યો છે કે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી સોલર પોલિસી 2024ને રોકી દીધી છે. આને અમારી આ પોલિસી લાગુ થયા બાદ દિલ્હીમાં દરેક વીજળી ગ્રાહકનું બિલ શૂન્ય થઈ જશે.
જાન્યુઆરીમાં લોન્ચ થયેલી આ પોલીસીમાં રાજધાનીમાં તમામ લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે પ્રેરિત કરવામાં આવશે. જેના માટે દિલ્હી સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવશે. આ યોજનાને આકર્ષક બનાવવા માટે સરકારે લોકોને પ્રોત્સાહન આપવાની જાહેરાત પણ કરી છે. લોકો જેટલી વીજળી ઉત્પન્ન કરે છે તે મજબ તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
આ યોજનાને લઈને દિલ્હી સરકારે રૂફટોપ સોલાર પેનલ લગાવવા માટે દેશમાં સૌથી વધુ પ્રોત્સાહન આપવાનો દાવો કર્યો છે.