ઈસ્ટર્ન નેવલ કમાન્ડના મુખ્ય મથક ખાતે વાઈસ એડમિરલ રાજેશ પેંઢારકરની ઉપસ્થિતિમાં કોસ્ટલ ડિફેન્સ પર 6ઠ્ઠી સર્વોચ્ચ સમિતિની સમીક્ષા બેઠક (ACRM) યોજાઇ.
ભારતીય નૌકાદળ, અન્ય દરિયાઈ ભાગીદારો સાથે, ભારત ના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષાને અસર કરતી તમામ પ્રવૃતિઓ પર વિશેષ નિરીક્ષણ અને ભારતીય સૈન્ય માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરવા વર્તમાન સ્થિતિ, આગળની રીત વિશે ચર્ચા કરવામાં આવી હતી
આંધ્રપ્રદેશ ખાતે વાઈસ એડમિરલ રાજેશ પેંઢારકરની સહ-અધ્યક્ષતા હેઠળ કોસ્ટલ ડિફેન્સને ધ્યાને રાખી 6ઠ્ઠી સર્વોચ્ચ સમિતિની સમીક્ષા બેઠક નું આયોજન કરવામાં આવ્યુ.. ACRM અંતર્ગત 25 ઓક્ટોબરના રોજ ઈસ્ટર્ન નેવલ કમાન્ડના મુખ્ય મથક ખાતે આ બેઠક યોજાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2018 માં, BSF એ ગુજરાત રાજ્ય પાસેથી જમીનનો કબજો લીધો અને છ મહિનાની અંદર મૂળભૂત માળખાકીય સુવિધાઓ ઊભી કરી છે. ત્યારે અત્યાર સુધીમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 600 પોલીસ કર્મચારીઓને દરિયાકાંઠાની સુરક્ષા પર વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ આપવામાં આવી રહી છે.
તેમજ ભારતને અડીને આવેલી સરહદો પર સતત થઇ રહેલી હિલચાલ વચ્ચે દેશની સુરક્ષા કરતી તમામ એજન્સીઓ સાથે ફસ્ટ લાઇન ઓફ ડિફેન્સ BSF પણ સતત સર્તક રહેવા સાથે સુરક્ષામાં સુધારા કરવા સાથે સમીક્ષા કરી બેઠકો યોજવામાં આવી રહી છે. ત્યારે આંધ્રપ્રદેશ (Andhra Pradesh) ખાતે વાઈસ એડમિરલ રાજેશ પેંઢારકરની સહ-અધ્યક્ષતા હેઠળ કોસ્ટલ ડિફેન્સ પર 6ઠ્ઠી સર્વોચ્ચ સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ. આ મીટિંગ દરમિયાન, રાજ્ય માટે કોસ્ટલ ડિફેન્સ કન્સ્ટ્રક્ટને( Coastal Defense Construct) વધારવાના માધ્યમો સાથે વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી તેમજ આગળની રીત વિશે ચર્ચા કરવા સાથે માહિતી મેળવવામા આવી હતી..
ACRM દ્વારા યોજાયેલ બેઠક પૂર્ણ થયા પછી, મુખ્ય સચિવે ENC ખાતેના જોઈન્ટ ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓને માહિતી આપવામાં આવી કે કેવી રીતે ભારતીય નૌકાદળ (Indian Navy), અન્ય દરિયાઈ હિસ્સેદારો સાથે મળીને દરિયાકાંઠાની સુરક્ષાને અવરોધતી તમામ પ્રવૃત્તિઓનું સંયુક્તપણે નિરીક્ષણ કરે છે.